Not Set/ ખેડૂત હિતોને લઈને કાલે કોંગ્રેસ કરશે જનાક્રોશ આંદોલન, વિધાનસભા ઘેરશે

ગુજરાત રાજ્યમાં ખેડૂતોની દેવા માફી, સસ્તી વીજળી સહીત અનેક માંગો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ કરવમાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સાથે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ વિશે જાણકારી હતી. આવતીકાલે સેક્ટર ૬ ની સત્યાગ્રહ છાવણીથી ખેડૂત આક્રોશ રેલી યોજાશે. જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો સહીત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્યો હાજરી […]

Top Stories Gujarat Politics
gttrhgtrgtrght ખેડૂત હિતોને લઈને કાલે કોંગ્રેસ કરશે જનાક્રોશ આંદોલન, વિધાનસભા ઘેરશે

ગુજરાત રાજ્યમાં ખેડૂતોની દેવા માફી, સસ્તી વીજળી સહીત અનેક માંગો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા આવતીકાલે વિધાનસભાનો ઘેરાવ કરવમાં આવશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સાથે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ વિશે જાણકારી હતી. આવતીકાલે સેક્ટર ૬ ની સત્યાગ્રહ છાવણીથી ખેડૂત આક્રોશ રેલી યોજાશે. જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો સહીત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્યો હાજરી આપશે.

ગાંધીનગરની સેક્ટર ૬ ની સત્યાગ્રહ છાવણીથી ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો સહીત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને ધારાસભ્યો હાજરી આપશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષનાં નેતાએ સરકાર પર ખેડૂતો પ્રત્યે અણગમો વ્યવહાર રાખીને ઉદ્યોગપતિને છાવરવાના આક્ષેપો પણ કર્યા હતા.

આ મુદ્દે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર ખેડૂતો પ્રત્યે દયાભાવના ન રાખતા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,

656575 dhananiparesh 022218 2 ખેડૂત હિતોને લઈને કાલે કોંગ્રેસ કરશે જનાક્રોશ આંદોલન, વિધાનસભા ઘેરશેગુજરાતમાં જગતનો તાત જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ખેડૂતોને સસ્તી વીજળી અને ભાવ મળતાં નથી. જયારે રાજ્ય સરકાર કરોડો રૂપિયા લૂંટી રહી છે. સરકાર ખેતી અને ખેડુતો પ્રત્યે અણગમો વ્યવહાર કરે છે. સરકારનાં ખેડૂત વિરોધી વલંબને કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. રાજ્યમાં ખેડુતોનાં આત્મહત્યાનાં બનાવ વધી રહ્યાં છે. સરકારી આંકડાઓ સાથે ચેડાં કરવામાં આવે છે. જો ખેડુતોનાં દેવા માફ કરવામાં આવે નહીં આવે તો સરકારને જળ-મૂળથી નષ્ટ કરી નાખવામાં આવશે. વિધાનસભામાં રાજ્ય સરકારને સત્ર બોલાવવાની માંગણી કકરવામાં આવી હતી. પરંતું સત્ર માત્ર 2 દિવસનું જ રાખવામાં આવ્યુ હતું.”

જયારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકાર પ્રહારો કરતા કહ્યું હતું કે,

amit chavda ખેડૂત હિતોને લઈને કાલે કોંગ્રેસ કરશે જનાક્રોશ આંદોલન, વિધાનસભા ઘેરશેકાલ 18 તારીખનાં રોજ કોંગ્રેસ સરકાર દ્વારા સેક્ટર 6 પરની સત્યાગ્રહ છાવણીથી આક્રોષ સાથે ખેડૂત મહાસંમેલન રેલી વિધાનસભા જશે. અમારી માંગ છે કે ગુજરાતનાં તમામ ખેડુતો 100 ટકા દેવું માફ થવું જોઈએ. ગુજરાતનાં ખેડૂત ભાઈઓ પર 65 હજાર કરોડ જેટલું દેવું છે. સરકારની નીતિઓને કારણે ખેડુતો પાયમાલ થાય છે. સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જેમ અત્યારનાં સમયમાં ડોલર અને પેટ્રોલનાં ભાવ વડાપ્રધાનની ઉંમરથી વધ્યા છે, તેનાં પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાનને ખાસ ધ્યાન દોરવું જોઈએ. દેશવાસીઓને મોંઘવારી સહીત અનેક પ્રશ્નોથી રાહત મળે તેવી અમને કેન્દ્ર સરકકારથી આશા છે. પંજાબ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં ખેડૂતોનું કરોડોનું દેવું માફ કરી દેવામાં આવ્યું છે. પહેલાંના મુકાબલે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો પાંચ એકર જેટલી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.”