Not Set/ હિન્દૂ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ : અહીં હિન્દૂ કારીગર તૈયાર કરે છે તાજીયા ….

રાજ્યમાં ગણેશોત્સવ અને મહોરમ પર્વની ઉજવણી હિન્દૂ-મુસ્લિમ સમાજ દ્વારા પોતપોતાની રીતે ઉત્સાહપૂર્વક થઇ રહી છે. ત્યારે વડોદરામાં આ બંને પર્વનો સૌહાર્દપૂર્ણ સમન્વય જોવાં મળી રહ્યો છે. વડોદરામાં એક હિંદુ કારીગર સ્ટીલનાં સુંદર તાજીયા તૈયાર કરે છે. જેની કલા કારીગરી જોઇ મુસ્લિમ બિરાદરો પણ ખૂબ પ્રસન્ન છે. સંસ્કારીનગરી વડોદરા તેનાં ઉત્સવોની અનોખી ઉજવણી અને કોમી ભાઇચારા માટે […]

Top Stories Gujarat
tajiya હિન્દૂ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ : અહીં હિન્દૂ કારીગર તૈયાર કરે છે તાજીયા ....

રાજ્યમાં ગણેશોત્સવ અને મહોરમ પર્વની ઉજવણી હિન્દૂ-મુસ્લિમ સમાજ દ્વારા પોતપોતાની રીતે ઉત્સાહપૂર્વક થઇ રહી છે. ત્યારે વડોદરામાં આ બંને પર્વનો સૌહાર્દપૂર્ણ સમન્વય જોવાં મળી રહ્યો છે. વડોદરામાં એક હિંદુ કારીગર સ્ટીલનાં સુંદર તાજીયા તૈયાર કરે છે. જેની કલા કારીગરી જોઇ મુસ્લિમ બિરાદરો પણ ખૂબ પ્રસન્ન છે.

સંસ્કારીનગરી વડોદરા તેનાં ઉત્સવોની અનોખી ઉજવણી અને કોમી ભાઇચારા માટે જાણીતી છે. શહેરમાં દરેક ધર્મનાં લોકો દરેક તહેવાર આપસી ભાઇચારા અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવે છે. હાલ જ્યારે ગણેશોત્સવ અને મહોરમ જેવાં પર્વો ચાલી રહ્યાં છે. ત્યારે તેમાં પણ સંસ્કારીનગરી તેની કોમી એકતાનાં દર્શન કરાવી રહી છે. તેનું ઉદાહરણ શહેરનાં પ્રતાપનગર વિસ્તારમાં જોવાં મળી રહ્યું છે.

tajiya 2 e1537190103820 હિન્દૂ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ : અહીં હિન્દૂ કારીગર તૈયાર કરે છે તાજીયા ....

જ્યાં વર્ષોથી સ્ટીલનાં કળશ સહિતની ધાર્મિક ચીજવસ્તુઓ બનાવવાનાં ધંધા સાથે સંકળાયેલ વિપુલભાઇ કંસારા છેલ્લાં ઘણાં વર્ષોથી મુસ્લિમ સમાજનાં ધાર્મિક પર્વ મહોરમને ધ્યાનમાં રાખી તાજીયા પણ તૈયાર કરે છે. વિપુલભાઇ દર વર્ષે સ્ટીલમાંથી સુંદર અવનવાં તાજીયા તૈયાર કરે છે. આ વર્ષે પણ વિપુલભાઇએ અનેક કલાત્મક તાજીયા તૈયાર કર્યા છે. જે દરેક મુસ્લિમ ભાઇઓનું મન મોહી રહ્યાં છે. આમ તો સ્ટીલમાંથી તાજીયા તૈયાર કરવા એ પણ એક પ્રકારની કારીગરી જ છે પણ તેનાથી પણ કઠિન કામ તાજીયા પર કરવામાં આવતી આયાતોની કોતરણીનું છે. પોતે હિંદુ હોવાં છતાં વિપુલભાઇ કંસારા આસાનીથી કુરાનની આયાતોનું કોતરણીકામ સુંદરતાપૂર્વક કરી લે છે.

tajiya 3 e1537190123301 હિન્દૂ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ : અહીં હિન્દૂ કારીગર તૈયાર કરે છે તાજીયા ....

હિંદુ હોવાં છતાં કુરાનની આયાતો યાદ રાખી તેને કોતરણી સ્વરૂપે કલાત્મક તાજીયાઓ પર ઉતારવાની વિપુલભાઇની આ કલા પર વડોદરાનાં મુસ્લિમ બિરાદરો પણ આફરીન છે. અને તેથી જ તાજીયાની સ્થાપના કરી મહોરમ પર્વ ઉજવતાં મુસ્લિમ ભાઇઓ તેઓનાં તાજીયા સંસ્કારીનગરીમાં કોમી એખલાસનું દ્રષ્ટાંત બનેલાં વિપુલભાઇ પાસે જ તૈયાર કરાવવાનો આગ્રહ રાખે છે.

વડોદરામાં દરેક તહેવાર આપસમાં હળીમળીને ઉજવતાં હિંદુ મુસ્લિમ બિરાદરો અને તેમની એકતા વાસ્તવમાં એ રાજકીય પક્ષોનાં ગાલ પર તમાચો છે જેઓ મતનાં રાજકારણ ખાતર ધર્મનાં નામે રાજનીતિ કરે છે.