Not Set/ અમદાવાદ: બાળકોનું અપહરણ કરતી ટોળકીની કરાઈ ધરપકડ

અમદાવાદ શહેરમાં થોડા સમયે પહેલા વારંવાર બાળકો ખોવાયા હોવાની ફરિયાદો આવતી હતી, જયારે અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી બાળકો ગુમ થયાની ફરિયાદ વધી ગઈ હતી. ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા બાળકોનું અપહરણ કરતી ટોળકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હેબતપુર ચાર રસ્તા પાસેથી તારીખ ૧૧ જાન્યુઆરીના  વહેલી સવારે જીગ્નેશ નામના બાળકનું અપહરણ થયું હતું. બાળકોનું અપહરણ કરનાર ટોળકી […]

Gujarat
IMG 20180118 WA0004 અમદાવાદ: બાળકોનું અપહરણ કરતી ટોળકીની કરાઈ ધરપકડ

અમદાવાદ શહેરમાં થોડા સમયે પહેલા વારંવાર બાળકો ખોવાયા હોવાની ફરિયાદો આવતી હતી, જયારે અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી બાળકો ગુમ થયાની ફરિયાદ વધી ગઈ હતી. ત્યારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા બાળકોનું અપહરણ કરતી ટોળકીની ધરપકડ કરી લેવામાં આવી છે.

હેબતપુર ચાર રસ્તા પાસેથી તારીખ ૧૧ જાન્યુઆરીના  વહેલી સવારે જીગ્નેશ નામના બાળકનું અપહરણ થયું હતું. બાળકોનું અપહરણ કરનાર ટોળકી પાછળ ઘણા સમયથી અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ હતી. વસ્ત્રાપુર પોલીસ દ્વારા ચાર શખ્શની બાળકોનું અપહરણ કરવા બદલ ધરપકડ કરી છે.

IMG 20180118 WA0006 અમદાવાદ: બાળકોનું અપહરણ કરતી ટોળકીની કરાઈ ધરપકડ

આ ટોળકી અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી બાળકોનું અપહરણ કરીને તેને નિ:સંતાન દંપતીને એક લાખ રૂપિયામાં વેચી દેતા હતા. આરોપીમાં મહેન્દ્રભાઈ ઉર્ફ પપ્પુ (ઉમર ૨૩ )ની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. તે દરમ્યાન તેણે ગુનો કબુલ્યો હતો અને તેની સાથે બીજા લોકો પણ આ ટોળકીમાં સામેલ હતા તેવું કબુલ્યું હતું.

બીજા આરોપીમાં સંગીતાબેન હ્જુરસિંહ ચૌહાણ, પૂનમબેન ઉર્ફ પુનીબેન, વિક્રમ સિંહ રઘુભાઈ બારૈયા અને જીતેન્દ્રભાઈ અનંતરાય મોહનલાલ મહેતાનો સમાવેશ થાય છે. તપાસ દરમ્યાન આરોપીઓ સાથે રોકડા રૂપિયા ૧૭,૫૦૦ તથા ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા તથા ચાર મોબઈલ ફોન મળીને કુલ ૯૯,૦૦૦ નો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો