Not Set/ કુંભ ૨૦૧૯: શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો અક્ષયવટનો દ્વાર, CM યોગીએ કરી પરિક્રમા

પ્રયાગરાજ, ૧૫ જાન્યુઆરીથી શરુ થઈ રહેલા અતિપવિત્ર એવા કુંભમેળા પહેલા અક્ષયવટના દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ અક્ષયવટની પરિક્રમા પણ લગાવી હતી. અક્ષયવટની પરિક્રમા લગાવ્યા બાદ તેઓ સરસ્વતી કૂપ પહોંચ્યા હતા, જ્યાં સરસ્વતી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. સેનાના પૂજારીઓએ […]

Top Stories India Trending
2018041048 કુંભ ૨૦૧૯: શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો અક્ષયવટનો દ્વાર, CM યોગીએ કરી પરિક્રમા

પ્રયાગરાજ,

૧૫ જાન્યુઆરીથી શરુ થઈ રહેલા અતિપવિત્ર એવા કુંભમેળા પહેલા અક્ષયવટના દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ અક્ષયવટની પરિક્રમા પણ લગાવી હતી.

1546506031 26 કુંભ ૨૦૧૯: શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો અક્ષયવટનો દ્વાર, CM યોગીએ કરી પરિક્રમા
national-kumbh-2019-cm-yogi-prayagraj-open-gate-of-akshayvat

અક્ષયવટની પરિક્રમા લગાવ્યા બાદ તેઓ સરસ્વતી કૂપ પહોંચ્યા હતા, જ્યાં સરસ્વતી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. સેનાના પૂજારીઓએ CM યોગીને પૂજા-પાઠ પણ કરાવ્યા હતા.

શું છે અક્ષયવટ ?

akshay vat 1544962352 કુંભ ૨૦૧૯: શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો અક્ષયવટનો દ્વાર, CM યોગીએ કરી પરિક્રમા
national-kumbh-2019-cm-yogi-prayagraj-open-gate-of-akshayvat

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અકબરના કિલ્લામાં અક્ષયવટ આવેલું છે. કહેવામાં આઅવે છે કે, આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની કામના અને પાપોમાંથી મુક્તિ લેવા માટે યમુના નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા, પરંતુ અકબરે આ પરંપરા પર રોક લગાવી હતી.

જો કે ત્યારબાદ આ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ કાળ પછી આ કિલ્લાની દેખરેખ સેના દ્વારા કરાઈ રહી છે. આ કિલ્લો સેનાનો આયુધ સેન્ટર છે, ત્યાં સેનાના જ પુજારી પૂજા-અર્ચના કરે છે.

Untitled 1 copy 112 કુંભ ૨૦૧૯: શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો અક્ષયવટનો દ્વાર, CM યોગીએ કરી પરિક્રમા
national-kumbh-2019-cm-yogi-prayagraj-open-gate-of-akshayvat

જો કે સામાન્ય લોકો માટે અક્ષયવટના દર્શનને લઈ લાંબા સમયથી માંગ ઉઠાવવામાં આવી રહી હતી. આ વચ્ચે થોડાક દિવસ અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહિયાં આવ્યા હતા અને તેઓએ અક્ષયવટ અને સરસ્વતી કૂપ શ્રદ્ધાળુઓ માટે ખોલવા માટે સહમતી જતાવી હતી.

સરસ્વતી કૂપ અંગે કહેવામાં આવે છે કે, અહિયાથી જ સરસ્વતી નદી આગળ જઈને ગંગા અને યમુનાને મળે છે.