Political/ આદિવાસીઓ અને બ્રાહ્મણો હિન્દૂ નથી : ઓવૈસી સાથે ભાઈબંધી બાદ MLA છોટુ વસાવાનું ચકચારી નિવેદન

આદિવાસીઓ અને બ્રાહ્મણો હિન્દૂ નથી : ઓવૈસી સાથે ગઠબંધન બાદ MLA છોટુ વસવાનું ચકચારી નિવેદન

Top Stories Gujarat Others
ગાઝીપુર 5 આદિવાસીઓ અને બ્રાહ્મણો હિન્દૂ નથી : ઓવૈસી સાથે ભાઈબંધી બાદ MLA છોટુ વસાવાનું ચકચારી નિવેદન

‘જંગ મેં સબ જાયજ હૈ’ કહેવત ચૂંટણી જંગમાં બરાબર બંધ બેસી રહી છે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ત્યારે એક વ્યક્તિ જંગ જીતવા માટે પોતાના ગોત્રને પણ બદનામ કરવાથી પાછી પાની નથી કરી રહી. AIMIM સાથે BTP એ ગુજરાત રાજ્યમાં ગઠબંધન કર્યું ત્યાં સુધી તો બરાબર હતું. પરંતુ AIMIM નાં રવાડે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવી પોતાના ગોત્રને જ બદનામ કરવું કેટલું યોગ્ય છે.

Stock Market / શેર બજારમાં બજેટની રંગત, સેન્સેક્સ બીજી વખત 50,000 ને પાર, નિફ્ટી 345 પોઇન્ટનો વધારો

આગામી ચૂંટણીમાં પોતાનો પગદંડો મજબુત કરવા કમરકસીને બેસેલા BTPએ AIMIM સાથે ગઠબંધન કર્યું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા પાયે ઉમેદવારો ઉભા રાખવાની ઘોષણા કરી છે. ત્યારે BTP ના છોટુ વસાવાએ ઓવૈસી સાથે ભાઈબંધી કરી હિંદુ ધર્મની લાગણીઓને ભડકાવતું એક નિવેદન કર્યું છે.

Political / ભાજપમાં ભંગાણ, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં, ભાજપનો જ દાવ પડ્યો માથે..?

BTPના ધારાસભ્ય છોટુ વસાવાના હિન્દુ ધર્મ વિરૂદ્ધ એક નિવેદન આપ્યું હતુ જેને પગલે ચકચાર મચી ગઇ છે. BTP MLA છોટુ વસાવાએ જણાવ્યું હતુ કે, આદિવાસી અને બ્રાહ્મણો એ હિંદુ  છે જ નહી. વધુમાં તેમને જણાવ્યું હતું કે, સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી એટલે જ માનવતાના આધારે BTP-AIMIM નું ગઠબંધન થયું છે. જો સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને શિડયુલ 5-6 આપી દેવા જોઈએ. દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જો ભાજપ માનતું હોય મગજમાંથી કાઢી નાખે, આદિવાસીઓ હિંદુ છે જ નહીં અને જો ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ કોઈ બતાવો ?

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું. ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે. AIMIM ના અસદુદ્દીન ઓવૈસીને ગુજરાતમાં આવતા કોઈ રોકી શકે નહિ, આ નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો પાંચ વર્ષ દેશના માત્ર ટ્રસ્ટી છે. હવે જોવું રહ્યું કે ઓવૈસી અને છોટુ વસાવાની ભાઈબંધી ગુજરાતમાં કોમવાદનો મુદ્દો ગજવશે..?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…