Not Set/ એશિયા કપ : ભારત – અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ થઈ ટાઈ

દુબઈ, એશિયા કપ ૨૦૧૮માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી સુપર – ૪ મેચ અંતે ટાઈમાં પરિણામી છે. અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૩ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ પણ ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન જ બનાવી શકી હતી અને આ મુકાબલો ટાઈ રહ્યો હતો. આ મેચ જીતવા માટે ભારતને ૫૦મી ઓવરમાં ૭ રનની જરૂરત હતી. રાશિદ ખાનની […]

Top Stories Trending
IMG 20180926 102054 એશિયા કપ : ભારત - અફઘાનિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ થઈ ટાઈ

દુબઈ,

એશિયા કપ ૨૦૧૮માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી સુપર – ૪ મેચ અંતે ટાઈમાં પરિણામી છે. અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૩ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ પણ ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન જ બનાવી શકી હતી અને આ મુકાબલો ટાઈ રહ્યો હતો.

આ મેચ જીતવા માટે ભારતને ૫૦મી ઓવરમાં ૭ રનની જરૂરત હતી. રાશિદ ખાનની અંતિમ ઓવરના બીજા જ બોલે રવિન્દ્ર જાડેજાએ ફોર ફટકારી ભારતને જીતની નજીક લાવી દીધું હતું.

જો કે ત્યારબાદ જાડેજાએ બીજા બોલ પર એક રન અને ખલિલ અહમદે પણ એક રન લીધો. ત્યારે હવે ભારતને જીત માટે અંતિમ ૨ બોલમાં એક રનની જરૂરત હતી. પરંતુ રાશિદ ખાનના પાંચમા બોલે જાડેજાએ એક રન લેવાની કોશિશમાં હવામાં શોટ રમ્યો હતો અને કેચ આઉટ થયો હતો. આ સાથે જ ભારતીય ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી અને અંતે મેચ ટાઈમાં પરિણામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત એશિયા કપ ૨૦૧૮ની આ ટુર્નામેન્ટમાં પહેલાથી જ પોતાની જગ્યા ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે.  જયારે, અફગાનિસ્તાન માટે આ મેચ માત્ર ઔપચારિક સમાન હતી, જ્યાં તેઓએ ટાઈ સાથે સંતોષ માનવો પડ્યો છે.

અફગાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૨૫૨ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહઝાદે શાનદાર સદી ફટકારતા ૧૨૪ રન બનાવ્યા હતા, જ્યારે ગુલ્બદિન નબીએ ૬૪  રન બનાવી આઉટ થયો હતો અને ભારતને ૨૫૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જયારે ભારત તરફથી રવીન્દ્ર જાડેજા 3, કુલદિપ યાદવ 2, ચાહર, ચહલ અને કેદાર જાધવે 1-1 વિકેટ મેળવી છે.

અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૩ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રનના સ્કોરે ઓલ આઉટ થઈ ગઈ હતી અને આ મેચ ટાઈ રહી હતી.

ભારત તરફથી ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ  અને અંબાતી રાયડુની જોડીએ પહેલી વિકેટ માટે ૧૧૦ રનની ભાગીદારી નોંધાવી હતી. રાયડુએ ૫૭ અને કે એ રાહુલે ૬૦ રન બનાવ્યા હતા.

જો કે ત્યારબાદ દિનેશ કાર્તિક ૪૪ અને કેદાર જાધવ ૧૯ રન બનાવી આઉટ થયા હતા. જ્યારે મેચની અંતિમ ઓવરોમાં ભારતને જીત માટે ૭ રનની જરૂરત હતી ત્યારે અફઘાનિસ્તાન ના સ્ટાર સ્પિન બોલર રાશીદ ખાનની ઓવરમાં ઓલરાઉન્ડર ખેલાડી જડેજા ૬ રન જ બનાવી આઉટ થયો હતો અને આ મેચ ટાઇ રહી હતી.

આ મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન ને આરામ આપવામાં આવ્યો છે. અફગાનિસ્તાન વિરુદ્ધ આજની મેચમાં ૬૯૬ દિવસ પછી ધોની કેપ્ટનશીપ કરી હતી અને આ મેચ ધોનીની કેપ્ટન તરીકે ૨૦૦મી વનડે છે.