Cyclone Biporjoy/ બિપરજોર સંકટને લઈને સરકાર એલર્ટ, આ મંત્રીઓને સોંપાઈ જવાબદારી

ગુજરાતનાં ચાર કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, દર્શનાં જરદોષ તેમજ મહેન્દ્ર મુંજપરાને પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

Top Stories Gujarat Others
બિપરજોર

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે. અતિ ભયંકર વાવાઝોડાનું અત્યારનું મોટું અપડેટ સામે આવ્યું છે. વાવાઝોડું પોરબંદરથી માત્ર 450 કિમી દૂર છે. દ્વારકાથી માત્ર 490 કિમી દૂર છે, જ્યારે નલિયાથી 570 કિમી દૂર છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે અતિ ભયાનક હશે. ત્યારે આવામાં ગુજરાતનાં ચાર કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, દર્શનાં જરદોષ તેમજ મહેન્દ્ર મુંજપરાને પ્રભાવિત જીલ્લાઓની સમીક્ષા કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટમાં બિપોરજોય વાવાઝોડા મુદ્દે બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડિવાયાએ બેઠક યોજી હતી. મનસુખ માંડવીયાની અધિકારીઓ સાથે બેઠકમાં સંભવિત વાવાઝોડાને પગલે તૈયારીની ચર્ચા કરાઇ હતી. જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટના સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા હતા. મેપના માધ્યમથી જિલ્લા કલેકટર દ્વારા વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી અપાઇ હતી.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ  જોવા મળશે.

આ પણ વાંચો:ગિરનાર પરની ગંદકીને લઇ હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, અપાઈ ખાસ સૂચનાઓ

આ પણ વાંચો:દસ્તક આપવા જઈ રહ્યું છે ‘બિપરજોય’ વાવાઝોડું, વલસાડમાં ઉછળ્યા ઊંચા મોજા

આ પણ વાંચો:કચ્છમાં 25 વર્ષ અગાઉ આવેલા વાવાઝોડાએ ભારે તારાજી વેરી હતી

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી આગાહી,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પડશે તોફાની વરસાદ

આ પણ વાંચો:બિપોરજોય આગામી 12 કલાકમાં વધુ તીવ્ર બનશે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જારી ચેતવણી