Not Set/ ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજ રોજ શુક્રવારના દિવસે રાજ્યમાં કોરોનાના 5677 કેસ નોંધાય છે. 

Top Stories Gujarat
ec 1 10 ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?

સમગ્ર રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેવા તોતિંગ કેસ નોંધાઇ રહ્યા છે. રોજ નોંધાતા કેસમાં માસ મોટો વધારો સામે આવી રહ્યો છે.  રાજ્યના આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા લેવામાં આવતા તમામ તકેદારીના પગલા કોરોના કેસ સામે વામણા પુરવાર થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આજ રોજ શુક્રવારના દિવસે રાજ્યમાં કોરોનાના 5677 કેસ નોંધાય છે.  જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2567 કેસ નોંધાય છે.

સુરત શહેરમાં 1578, વડોદરામાં 271 કેસ, રાજકોટમાં 166, વલસાડમાં 116 કેસ, નોંધાય છે.

છેલ્લા 24 કલાકમાં 1359 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 22901 છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,52,439 પહોંચ્યો  છે.  તો  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,22,900 છે. રાજ્યમાં ઓમિક્રોનના 32 કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકાર દ્વારા કર્ફ્યૂ ની મર્યાદા વધારી દેવામાં આવી છે. તો સાથે રાજ્યના દસ શહેરોમાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખી દેવામાં આવ્યો છે. તો સાથે બીજા પણ અનેક નિયંત્રણો નાખી દેવામાં આવ્યો છે. રાજ્યમાં વયસ્ક ની સાથે સાથે 15 વર્ષથી ઉપરના બાળકોનું પણ રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ec 1 ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..? c3 ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..? c2 ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..? c1 ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?