Gujarat/ અમદાવાદ એરપોર્ટનો રન-વે એપ્રિલમાં રહેશે આટલા દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાડા પડી જતા વિમાન ટાયર બસ્ટ થવાનો ભય જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટના રન-વેને ફરીથી રિસરફેસ કરવાનો હોવાથી આગામી એપ્રિલ મહિનામાં 9 દિવસ બંધ રહેશે.

Ahmedabad Gujarat
a 258 અમદાવાદ એરપોર્ટનો રન-વે એપ્રિલમાં રહેશે આટલા દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

એપ્રિલ મહિનામાં ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવાગમન કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફ્લાઇટના શેડયૂલ નવેસરથી ચકાસવા પડી શકે છે. કેમ કે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાડા પડી જતા વિમાન ટાયર બસ્ટ થવાનો ભય જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટના રન-વેને ફરીથી રિસરફેસ કરવાનો હોવાથી આગામી એપ્રિલ મહિનામાં 9 દિવસ બંધ રહેશે. અદાણી હસ્તક સંચાલન થઇ રહેલા અમદાવાદ એરપોર્ટના રન-વેને પુન: રિસરફેસ કરવા માટે ડીજીસીએની મંજૂરી માંગી છે. જો મંજૂરી મળી જશે તો 20 થી 30 એપ્રિલ સુધી રન-વે સવારે 11 થી 5 દરમિયાન બંધ રહેશે.

જણાવીએ કે, આગામી 20થી 30 એપ્રિલના સવારે 11 થી સાંજે 5  દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે રીસરફેસિંગની કામગીરી હાથ ધરાશે.આમ, આ સમય દરમિયાનની કુલ 62 ફ્લાઇટની ઉડાન રદ રહેશે. ફક્ત 24 એપ્રિલ-શનિવારે રન-વે સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લો રહેશે. એટલે કે નવ દિવસ રન-વે નક્કી કરેલા સમયે બંધ રાખવામાં આવશે.

Image result for અમદાવાદ એરપોર્ટ બંધ

રન-વે પર રિસરફેસ કામગીરીથી કઈ ફ્લાઈટને થશે અસર?   

  • એરલાઈન: ઈન્ડિગો
  • સંખ્યા: 28
  • એરલાઈન: ગોએર
  • સંખ્યા: 06
  • એરલાઈન: વિસ્તારા
  • સંખ્યા: 02
  • એરલાઈન: સ્પાઈસ જેટ
  • સંખ્યા: 06
  • એરલાઈન: એરએશિયા
  • સંખ્યા: 02
  • એરલાઈન: એર ઈન્ડિયા
  • સંખ્યા: 02
  • એરલાઈન: ટ્રુ જેટ
  • સંખ્યા: 100
  • એરલાઈન: સ્ટારએર
  • સંખ્યા: 04
  • એરલાઈન: ફ્લાય બીગ
  • સંખ્યા: 02

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

હવે અદાણી હસ્તક સંચાલન થઇ રહેલા અમદાવાદ એરપોર્ટના રન-વેને પુનથ રિસરફેસ કરવા માટે ડીજીસીએની મંજૂરી માંગી છે. જો મળી જશે તો 20 થી 30 એપ્રિલ સુધી રન-વે સવારે 11 થી 5 દરમિયાન બંધ રહેશે. હાલમાં પણ દર રવિવારે રન-વેના મેઇન્ટેનન્સના ભાગરૃપે સવારે 11 થી 3 વાગ્યા સુધી બંધ હોય છે.

વર્ષ 2017માં ભારે વરસાદથી અમદાવાદ એરપોર્ટના રન-વે ધોવાઇ ગયો હતો. જેના કારણે વર્ષ 2018 માં એરપોર્ટ ઓથોરિટીએ 1 માર્ચથી 15 એપ્રિલ સુધી સવારે 9 થી 7 વાગ્યા સુધી રન-વે રિસરફેસ કર્યો હતો. મહત્વનું એ છે કે દોઢ વર્ષ પહેલા વર્ષ 2016 ઓથોરિટીએ રૂપિયા 29 કરોડના ખર્ચે રન-વે રિસરફેસ કર્યો હતો આટલા ટૂંકા સમયગાળામાં રન-વે ડેમેજ થતા ઓથોરિટીની કામગીરી અંગે આશંકા વ્યકત કરાઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાર વખત રન-વે રિસરફેસ કરવામાં આવશે.

આ પણ વાંચો :  પ્રેમલગ્ન કરનાર યુવતિએ સાસરીયાનાં ત્રાસથી કંટાળી કર્યો આપધાત, પતિ વહેમ કરી ઘરમાં ગોંધી રાખતો