Not Set/ અમેરિકાથી ડ્રગ્સ મંગાવી વિદ્યાર્થીઓને વેચતી ટોળકી ઝડપી થયો પર્દાફાશ

અમદાવાદ SOG પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી વિપલ સંજયગીરી ગોસ્વામી અને ઝીલ પરાતે ડ્રગ ડીલર તરીકે છુટક ડ્રગ્સ મેળવી વેચાણ કરતા હતા.

Top Stories Gujarat
ડ્રગ્સ

અમેરિકાથી ડ્રગ્સ મંગાવી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને વેચાણ કરતા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપી વિપલ સંજયગીરી ગોસ્વામી અને ઝીલ પરાતે છે. જે બન્ને ડ્રગ ડીલર તરીકે છુટક ડ્રગ્સ મેળવી વેચાણ કરતા હતા. ઝડપાયેલા આરોપી અગાઉ પોલીસે પકડેલ મુખ્ય આરોપી વંદીત પટેલના અને પાર્થ શર્મા પાસેથી અમેરિકન ડ્રગ મેળવી છૂટકમાં વેચાણ કરતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અમેરિકન ડ્રગ્સ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મોબાઇલ,લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સ ખરીદવા માટે આરોપીઓ દ્વારા ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરી વિવિધ વેબસાઈટ દ્વારા  પેમેન્ટ કરવામાં આવતું હતું. પોલીસ હાલ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કેવી રીતે કરવામાં આવતો હતો તે અંગે તપાસ કરી રહી છે  મુખ્ય આરોપી વંદિત પટેલ અમેરિકાથી એરકાર્ગો મારફતે અલગ અલગ નામ સરનામે ડ્રગ્સ પાર્સલ મંગાવતો હતો  એક એડ્રેસ પર આટલા બંધા પાર્સલ આવે તો કોઈ શંકા જાય. ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સના પાર્સલ કોના નામે અને કયા સરનામે આવ્યા છે.

નશાના કારોબાર જોતરાયેલા ચારેય યુવકો ઉચ્ચ શિક્ષણ અને સારા પરિવારના પુત્રો છે. પરંતુ નશાના બંધાણી થયા બાદ પોતાના શોખ પૂરા કરવા ડ્રગ્સના વેચાણ પણ કરવા લાગ્યા હતા. જોકે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ ખરીદનાર સંખ્યાબંધ વિદ્યાર્થીઓના કોન્ટેક સામે આવ્યા છે. જેમની પૂછપરછ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાથે જ આ ગુનાના ફરાર અન્ય આરોપીઓની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે.