Not Set/ આફ્રિદીની ટ્વીટ પર ગંભીરનો સપાટો – “કહ્યું બેટા ચિંતા ન કર, તે પણ કરીશું”

ભારત સરકારનાં #Article 370ને હટાવવાનાં દબંગ નિર્ણયથી વિશ્વભરનાં ખેરખાં અવાચક છે અને તેમા ખાસ કરીને પાકિસ્તાન. પાકિસ્તાનને આ મામલે કયો રસ્તો લેવો આ સમજાતું ન હોય તે સ્વાભાવિક છે. અવાચક બનેલા પાકિસ્તાનમાં તમામ લોકો પોત પોતાની રીતે આ મામલા પર રોકડી કરવાની પેરવીમાં છે અને નિવેદનો કરી રહ્યા છે. નિવેદનની વહેતી ગંગામાં હાથ ઘોવા કુદી […]

Top Stories Sports
gambhir afredi.PNG4 આફ્રિદીની ટ્વીટ પર ગંભીરનો સપાટો - "કહ્યું બેટા ચિંતા ન કર, તે પણ કરીશું"

ભારત સરકારનાં #Article 370ને હટાવવાનાં દબંગ નિર્ણયથી વિશ્વભરનાં ખેરખાં અવાચક છે અને તેમા ખાસ કરીને પાકિસ્તાન. પાકિસ્તાનને આ મામલે કયો રસ્તો લેવો આ સમજાતું ન હોય તે સ્વાભાવિક છે. અવાચક બનેલા પાકિસ્તાનમાં તમામ લોકો પોત પોતાની રીતે આ મામલા પર રોકડી કરવાની પેરવીમાં છે અને નિવેદનો કરી રહ્યા છે.

gambhir afredi.PNG1 આફ્રિદીની ટ્વીટ પર ગંભીરનો સપાટો - "કહ્યું બેટા ચિંતા ન કર, તે પણ કરીશું"

નિવેદનની વહેતી ગંગામાં હાથ ઘોવા કુદી પડેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદીને આ મામલે કુદકો ભારે પડી ગયો હતો. અફ્રિદીનાં કુલકા પર ભારતીય પૂર્વ ક્રિકેટર અને હાલ ભાજપનાં સાંસદ એવા ગૌતમ ગંભીરે અફ્રિદીને ઉપાડી લીધો અને રોકડુ પરખાવી દીધું કે “બેટા તું જાજી ચિંતા ન કર અમે PoK મામલે પણ બધું બરાબર કરી જ દેશું”

gambhir afredi.PNG2 આફ્રિદીની ટ્વીટ પર ગંભીરનો સપાટો - "કહ્યું બેટા ચિંતા ન કર, તે પણ કરીશું"

વાત જાણે એમ છે કે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને સમાપ્ત કરી દેવામાં આવતા આફ્રિદીએ આ બાબતની ટીકા કરી અને કાશ્મીરીઓની ચિંતા કરતી ટ્વીટ કરતા લખ્યું હતું કે “કાશ્મીરીઓને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવના આધારે તેમનો અધિકાર આપવો જોઈએ. આઝાદીનો અધિકાર જે આપણને બધાને છે. સંયુક્ત રાષ્ટ્રની રચના કેમ કરવામાં આવી છે, શું તે ઊંઘી રહ્યું છે? કાશ્મીરમાં જે સતત માનવતા વિરોધી અયોગ્ય આક્રમકતા અને અપરાધ થઈ રહ્યા છે તેના પર ધ્યાન આપવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસથી આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જોઈએ.”

gambhir afredi.PNG3 આફ્રિદીની ટ્વીટ પર ગંભીરનો સપાટો - "કહ્યું બેટા ચિંતા ન કર, તે પણ કરીશું"

અફ્રિદીનાં ટ્વીટનાં જવાબમાં હાલમાં જ ભાજપમાંથી સાસંદ ચૂંટાયેલી ગંભીરે આફ્રિદીની ટ્વીટનો જવાબ આપતા લખ્યું હતું કે “મિત્ર આફ્રિદી, એકદમ સાચી વાત છે. ત્યાં બિનજરૂરી આક્રમકતા છે, ત્યાં માનવતા વિરોધી ગુનાઓ થઈ રહ્યા છે. તે(અફ્રિદી) આ મામલો સામે લાવ્યો, તેથી તારી પ્રશંસા કરવી જોઈએ. ત્યાર બાદ ગંભીરે આગળ લખ્યું છે કે બસ તું(અફ્રિદી) એક વાત લખવાનું ભૂલી ગયો છે કે આ બધું પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(Pok)માં થઈ રહ્યું છે. ચિંતા ન કર અમે તેનો પણ નિવેડો લાવી દઈશું બેટા.”

gautam gambhir આફ્રિદીની ટ્વીટ પર ગંભીરનો સપાટો - "કહ્યું બેટા ચિંતા ન કર, તે પણ કરીશું"

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન