Not Set/ રાજ્યમાં માવઠાની મુસીબત, ઘણા વિસ્તારોમાં પડ્યા કરા, ખેડૂતોમા વધી ચિંતા

રાજ્યમાં ગઇ કાલે એટલે કે ગુરુવારે સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અચાનક પારો નીચે ઉતરી ગયો અને ઠંડીમાં વધારો થયો હતો. આપને જણાવી દઇએ કે, મહેસાણા, પાટણનાં ઘણા વિસ્તારોમાં કરા પડ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. હવામાન વિભાગે હજુ બે દિવસ આવુ વાતાવરણ બની રહેશે તેવી આગાહી આપી છે. એક તરફ રાજ્યમાં શિયાળીની […]

Top Stories Gujarat Others
Rainnn રાજ્યમાં માવઠાની મુસીબત, ઘણા વિસ્તારોમાં પડ્યા કરા, ખેડૂતોમા વધી ચિંતા

રાજ્યમાં ગઇ કાલે એટલે કે ગુરુવારે સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અચાનક પારો નીચે ઉતરી ગયો અને ઠંડીમાં વધારો થયો હતો. આપને જણાવી દઇએ કે, મહેસાણા, પાટણનાં ઘણા વિસ્તારોમાં કરા પડ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.

હવામાન વિભાગે હજુ બે દિવસ આવુ વાતાવરણ બની રહેશે તેવી આગાહી આપી છે. એક તરફ રાજ્યમાં શિયાળીની શરૂઆત થઇ ગઇ છે, તો બીજી તરફ કમોસમી વરસાદનો માર પણ પડી રહ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદનાં કારણે એક બાજુ ઠંડી વધી છે તો બીજી બાજુ રવિ પાકને નુકસાન થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે.

ગઇ કાલે રાજ્યનાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. જેને લઇને સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અહી પણ ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જો કે અહી ચિંતાની વાત એ સામે આવી રહી છે કે એક તરફ મોંઘવારીની સતત માર પડી રહી છે અને બીજી તરફ આ કમોસમી વરસાદ આ મુસિબતમાં હજુ વધારો કરે તેવી વકી છે. ત્યારે હાલમાં વરસાદનાં કારણે આ ઠંડીની તમે થોડો સમય મઝા લઇ શકો છો પરંતુ આ મજા ક્યા સુધી ચાલશે તે હવે જોવુ રહ્યુ.

સમગ્ર અહેવાલ માટે જુઓ મંતવ્ય ન્યૂઝ….

બનાસકાંઠા

દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. થરાદ,ધાનેરા,લાખણીમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિતામાં વધારો થયો છે. કમોસમી વરસાદનાં કારણે જીરૂ,રાયડો,એરંડા જેવા પાકને નુકશાનની પૂરી શક્યતા છે.

સાબરકાંઠા

અહી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહી વહેલી સવારથી ધુમ્મસ જોવા મળી. વળી હિંમતનગરમાં પણ ધુમ્મસનું વાતાવરણ જોવા મળતા વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. ધુમ્મસને લઈને વાહન ચાલકોને પરેશાની પણ થઇ હતી. ગઈકાલે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે મોડીસાંજે વરસાદનાં ઝાપટા પડ્યા હતા. આજે વહેલી સવારથી વરસાદ બાદ ધુમ્મસને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેરવાઇ ગયુ છે.

ગીર સોમનાથ

જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા પંથકમાં વરસાદ પડ્યો હતો. પ્રશ્નાવડા, વડોદરા, લોઢવામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. સુત્રાપાડા અને વેરાવળમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ઘઉં, બાજરો,જૂવાર,અને ચણાનાં પાકને નુકસાનની ભીતિ. જેના કારણે જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.