Ahmedabad/ 31 ડીસેમ્બર પહેલા પોલીસને ગંધાયો દારૂ, DCP ની અધ્યક્ષતામાં મેગા ડ્રાઇવનું આયોજન

31 ડીસેમ્બર પહેલા પોલીસને ગંધાયો દારૂ, DCP ની અધ્યક્ષતામાં મેગા ડ્રાઇવનું આયોજન

Top Stories Ahmedabad Gujarat
kite festival 11 31 ડીસેમ્બર પહેલા પોલીસને ગંધાયો દારૂ, DCP ની અધ્યક્ષતામાં મેગા ડ્રાઇવનું આયોજન

@રવિ ભાવસાર, અમદાવાદ

31 ડીસેમ્બર ને લઈને પોલીસ દારૂ અને અન્ય માદક પદાર્થોને જ્યાંત્યા શોધતી  હોય છે. આમ તો ગુજરાત માં દારૂબંધી છતાંય બારેય મહિના માંગો ત્યાં દારૂ મળી રહેતો હોય છે. પરંતુ 31 ડીસેમ્બર ઉપર ગુજરાત પોલીસને દારૂની બહુ વાસ આવતી હોય છે. અને દારૂ માટે સ્પેશીયલ ડ્રાઈવનું આયોજન કરતા હોય છે. જે અંતર્ગત આજ રોજ અમદાવાદ ખાતે દારૂ શોધો ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

૩૧ ડિસેમ્બરની દિવસે શહેરમાં દારૂ અને માદક પદાર્થોનું વેચાણ ન થાય તે માટે શહેર પોલીસે કમર કસી લીધી છે દારૂના વેચાણ માટે પંકાયેલા શહેરના સરદારનગર વિસ્તારમાં ડીસીપી ઝોન ચાર ની અધ્યક્ષતા માં મેગા ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું.  100 થી  વધુ પોલીસ કર્મીની અલગ-અલગ ચાર ટીમો બનાવી હતી.

તારાનગર અને તેની આસપાસના વિસ્તારો કે જ્યાં અગાઉ દારૂ મળી આવ્યો હોય અથવા લિસ્ટેડ બુટલેગર ઓ ના રહેણાક મકાનો પર પોલીસે તપાસ કરી હતી પોલીસની તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવા માટેનો વોસ મોટી માત્રામાં મળી આવ્યો હતો જેનો પોલીસે નાશ કર્યો છે. પરંતુ પોલીસ ની રેડ બાદ ફરી બુટલેગરો ફરી સક્રિય  થઈ જાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…