કરાચીઃ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ અત્યાર સુધીમાં ચાર મેચ હારી ચુકી છે. સેમીફાઇનલમાં પાકિસ્તાની ટીમની આશા ઘણી ઓછી છે. ગત મહિના સુધી દુનિયાની નંબર વન વનડે ટીમ રહેલી પાકિસ્તાન માટે એક સાંધો ત્યાં 13 તૂટે તેવો ઘાટ સર્જાયો છે. ટીમની અંદર વિવાદ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડરમાં વિખવાદ સામે આવ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાંથી ઈન્ઝમામ ઉલ હકે રાજીનામુ આપ્યું છે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાં પૂર્વ કેપ્ટન અને એક સમયે ધુંઆધાર બેટ્સમેન રહેલા ઈન્ઝમામ ઉલ હકે ટીમના ચીફ સિલેક્ટર હતા. તેમણે વર્લ્ડ કપની વચ્ચે પોતાનું પદ છોડી દીધું છે. ટીમના ખરાબ પ્રદર્શનના કારણે ઈન્ઝમામ ઉલ હક પર સવાલ ઉઠી રહ્યાં છે. તેમના પર અહમના ટકરવ પર આરોપ લાગી રહ્યો છે.
ઈન્ઝમામ ઉલ હકની સામે તપાસ પણ ચાલી રહી છે. વિવાદ વચ્ચે ઈન્ઝમામ ઉલ હકે નિવેદન જારી કહ્યું કે લોકો કોઇ પણ જાતનું વિશ્લેષણ કર્યા વગર નિવેદન આપી રહ્યાં છે. મારા પર ઉઠાવવામાં આવેલા સવાલોને લઇ મે રાજીનામુ આપવાનું યોગ્ય સમજ્યું છે.
સ્થાનિક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેનેજમેન્ટ કમિટિના પ્રમુખ જકા અશરફે અહમના ટકરાવને લઇ ચિંતાઓ વચ્ચે ખેલાડીઓની એજન્ટની કંપની સાથે ઇન્ઝમામની કથિત સાઠગાંઠની તપાસ શરૂ કરવાના સંકેત આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.