Not Set/ દેશમાં ચાલી રહેલી મોંઘવારી વિશે PM ને ખબર નથી કેમ કે તેઓ બીજી દુનિયામાં રહે છે : રાહુલ ગાંધી

ઝારખંડમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાજમહેલમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનાં નિશાના પર ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક અને કેન્દ્ર સરકાર પણ હતી. આ રેલીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આખા ભારતમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે, આ આખા દેશને ખબર છે પરંતુ પીએમ મોદીને ખબર નથી કેમ કે તેઓ બીજી […]

Top Stories India
Rahul Gandhi1 દેશમાં ચાલી રહેલી મોંઘવારી વિશે PM ને ખબર નથી કેમ કે તેઓ બીજી દુનિયામાં રહે છે : રાહુલ ગાંધી

ઝારખંડમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાજમહેલમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનાં નિશાના પર ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક અને કેન્દ્ર સરકાર પણ હતી. આ રેલીમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આખા ભારતમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે, આ આખા દેશને ખબર છે પરંતુ પીએમ મોદીને ખબર નથી કેમ કે તેઓ બીજી દુનિયામાં રહે છે.

રાહુલે કહ્યું કે આજે માત્ર 15-20 ઉદ્યોગપતિઓ ખુશ છે. પીએમ મોદી 24 કલાક ઝારખંડનાં પૈસા અમીરોને આપે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની જનતાને નોટબંધી, જીએસટીને કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. ગરીબ લોકોનાં ખિસ્સામાંથી પૈસા પાછા ખેંચી તેમના મિત્રોને આપવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતાએ ફરી એકવાર જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યું હતુ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આજે પીએમ નરેન્દ્ર મોદી આખો દિવસ ટીવી પર જોવા મળે છે, પણ હુ એક મિનિટ પણ દેખાતો નથી. કોંગ્રેસ સરકાર જમીન અધિગ્રહણ બિલ લાવી હતી, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષમાં હતા ત્યારે તેનો વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ મોંઘવારી અને વધતી બેરોજગારીને લઇને ભાજપ સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે આ સમયે નોટબંદી અને જીએસટીની વાત કરતા પીએમ મોદીએ દેશની શું હાલત બનાવી દીધી તે વિશે લોકોને જણાવ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકાર ધનિક લોકોને પૈસા આપવાનું બંધ કરે અને ગરીબોને આ પૈસા આપે, તો દેશની અર્થવ્યવસ્થા 15 મિનિટમાં ઉભી થઈ જશે. પરંતુ પીએમ મોદી ડરી ગયેલો દેશ ઇચ્છે છે, તેઓ એક ધર્મને બીજા ધર્મ સાથે, એક જાતિને બીજી જાતિ સામે લડાવતા જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.