ગુજરાત રાજ્યના ધોરણ 10 ના રીપીટર વિધાર્થી ઓને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 ના રીપીટર વિધાર્થી ઓનું પરિણામ આવતી કાલે જાહેર કરવામાં આવશે. આવતીકાલે તારીખ 25 ઓગસ્ટના રોજ વિધાર્થીઓ સવારે 8 વાગ્યે પરિણામ મેળવી શકશે. આવતી કાલે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ બેઠક નં. નાખીને પરિણામ જાણી શકશે.
માર્કશીટ શાળામાં મોકલી આપવામાં આવશે. અને તેની જાહેરાત પાછળથી કરવામાં આવશે. જયારે ગુણ ચકાસણી માટેની સુચના પણ પાછળથી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા પરિણામ જાહેર થયું છે.