Not Set/ ગાંધીનગર: ઝીકા વાયરસ સામે તંત્રની કામગીરી,સગર્ભા મહિલાની કરવામાં આવી તપાસ

ગાંધીનગર, ઝીકા વાયરસને લઇને તંત્રએ સતર્કતા જાળવી છે. સગર્ભા મહિલાની તપાસ કરવામાં આવી. દિલ્હીથી આવેલી ટીમે તપાસ કરી હતી. જેમાં એક પણ કેસ પોઝીટીવ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ ખેચ્યો છે. આ મામલે હેલ્થ કમિશ્નર જયંતી રવીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝીકા વાયરસ કોઇ જીવલેણ રોગ નથી. છતા તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્યના […]

Top Stories Gujarat
mantavya 500 ગાંધીનગર: ઝીકા વાયરસ સામે તંત્રની કામગીરી,સગર્ભા મહિલાની કરવામાં આવી તપાસ

ગાંધીનગર,

ઝીકા વાયરસને લઇને તંત્રએ સતર્કતા જાળવી છે. સગર્ભા મહિલાની તપાસ કરવામાં આવી. દિલ્હીથી આવેલી ટીમે તપાસ કરી હતી. જેમાં એક પણ કેસ પોઝીટીવ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ ખેચ્યો છે.

આ મામલે હેલ્થ કમિશ્નર જયંતી રવીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝીકા વાયરસ કોઇ જીવલેણ રોગ નથી. છતા તકેદારી રાખવામાં આવી રહી છે.

રાજ્યના તમામ જીલ્લામાં આરોગ્ય વિભાગને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. સગર્ભા મહિલાઓની તપાસ કરવાના આદેશ અપાયા હતા. જેમાં એક પણ કેસ પોઝીટીવ આવ્યો ન હતો.

જો કે એક કેસ શંકાસ્પદ જણાયો હતો. શંકાસ્પદ કેસને લઇને અમદાવાદનો આરોગ્ય વિભાગે પણ તપાસની કામગીરી કરી હતી. સાત લાખના વિસ્તારને આવરીને 5,183 જેટલી સગર્ભા બહેનોને ચેક કરવામાં આવી. જેમાંથી 257 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલમાંથી 135 જેટલી મહિલાઓના રિપોર્ટમાં એક પણ કેસ પોઝીટીવ આવ્યો નથી.