Telangana-ACB/ તેલંગણાના ભ્રષ્ટાચારી અધિકારી પાસેથી 100 કરોડની રિકવરી

તેલંગણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ ભ્રષ્ટ અધિકારી પાસેથી 100 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી છે. એસીબી અધિકારીઓએ તેલંગણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને મેટ્રો રેલના અધિકારી એસ બાલકૃષ્ણના સંકુલ પર એકસાથે દરોડા પાડીને આ સંપત્તિ જપ્ત કરી હતી.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 25T100109.342 તેલંગણાના ભ્રષ્ટાચારી અધિકારી પાસેથી 100 કરોડની રિકવરી

હૈદરાબાદઃ તેલંગણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોએ ભ્રષ્ટ અધિકારી પાસેથી 100 કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી છે. એસીબી અધિકારીઓએ તેલંગણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને મેટ્રો રેલના અધિકારી એસ બાલકૃષ્ણના સંકુલ પર એકસાથે દરોડા પાડીને આ સંપત્તિ જપ્ત કરી હતી. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (એચએમડીએ)માં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા.

એસીબીની 14 ટીમોએ તેમને ત્યાં દિવસભર સર્ચ કર્યુ હતુ અને હજી પણ સર્ચ જારી છે. બાલકૃષ્ણના ઘર, ઓફિસો અને તેમના સગાસંબંધીઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમા 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

આ દરોડામાં અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, બે કિલો સોનુ અને મિલકતના દસ્તાવેજો 60 મોંઘી કાંડાઘડિયાળ, 14 મોબાઇલ ફોન અને દસ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. હજી તો બેન્ક લોકર ખોલવામાં આવ્યા નથી. એસીબીએ ઓછામાં ઓછી ચાર બેન્કોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીના અધિકારીઓને અધિકારીના નિવાસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યાના અહેવાલ છે. આમ હજી પણ આ સંપત્તિ મળી છે તે આંકડો આખરી નથી.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ