મુંદ્રા/ વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા

વિદેશથી આવેલી હેન્ડ બેગોના કન્ટેઈનર અંગે વધુ તપાસ ન કરવા ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા મુંદ્રા પોર્ટ પર કસ્ટમના બે અધિકારીઓ સહિત ત્રણ જણાને એસીબીએ ઝડપી લીધા હતા.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 98 2 વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા

@નિકુંજ પટેલ

Mundra News: વિદેશથી આવેલી હેન્ડ બેગોના કન્ટેઈનર અંગે વધુ તપાસ ન કરવા ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા મુંદ્રા પોર્ટ પર કસ્ટમના બે અધિકારીઓ સહિત ત્રણ જણાને એસીબીએ ઝડપી લીધા હતા.

આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીએ વિદેશથી હેન્ડ બેગોનો આયાત ઓર્ડર આપ્યો હતો. આ કન્ટેઈનર મુંદ્રા પોર્ટ પર આવ્યા બાદ તેમાં વધુ કોઈ તપાસ ન કરવા માટે મંદ્રાના સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ શૈલેશ એમ.ગંગદેવ, સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ (પ્રિવેન્ટીવ વિભાગ) આલોકકુમાર દુબે તથા કચ્છ મુદ્રાના નાગરિક રમેશ જી.ગઢવી એમ ત્રણ જણાએ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ 26 ફેબ્રુઆરીના રોજ મુંદ્રા પોર્ટ પર જાળ બિછાવી હતી. જેમાં લાંચની રકમ લેવા બાબતે આરોપીઓએ ફરિયાદી સાથે લાંચની રકમ લેવા માટે સંમત્તિ દર્શાવી હતી. બીજીતરફ તેઓ એસીબીએ બિછાવેલી જાળમાં ઝડપાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો