અમદાવાદ/ માંડલ અંધાપા કાંડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ

અંધાપા કાંડ : મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના અપાઇ

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 17T193926.179 માંડલ અંધાપા કાંડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને (અંધાપા કાંડ ) પગલે બનેલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આકરૂં વલણ અપનાવ્યું છે.મંત્રી ઋષિકેશ પટેલ એ આજે અમદાવાદની એમ.એન્ડ.જે . હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્ત તમામ દર્દીઓની રૂબરૂ મુલાકાત કરીને સ્વાસ્થ્ય પૃચ્છા કરી હતી.

આ ઘટનાને પગલે મીડિયાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, માંડલમાં બનેલ આ ઘટનાની સચોટ , નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે  તા. ૧૬ મી જાન્યુઆરીના રોજ  ૯  નિષ્ણાંત તબીબોની કમિટી બનાવવામાં  આવી છે.આ કમિટીના સભ્યોએ  સ્થળ પર જઇને ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.મંત્રી એ આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કમિટીના રીપોર્ટમાં હોસ્પિટલની બેદરકારી જણાશે તો કડક માં કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરાશે.

YouTube Thumbnail 2024 01 17T193905.467 માંડલ અંધાપા કાંડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું આકરું વલણ

વધુમા માંડલની રામાનંદ હોસ્પિટલમાં બનેલ ઘટનાની ગંભીરતાને પારખીને મંત્રી ઋષિકેશ પટેલ એ  મોતિયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ ખાનગી, સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં જરુરી સુવિધાઓનું મોનીટરીંગ કરવા સૂચના આપી છે.મોતીયાના ઓપરેશન કરતી રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં જરુરી ચેક-લિસ્ટ માટેની ગાઇડ લાઇન બનાવવા પણ તેમણે આદેશ કર્યાં છે.હાલ માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંઘ કરવા કડક સૂચના અપાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ

આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા