બાળકી પર દુષ્કર્મ/ અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ નજીક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ,લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ

શહેરના ભાડજ વિસ્તારમાં એક તૈયાર થઈ રહેલા બિલ્ડીંગની કન્સ્ટ્રક્શન સાઈટ પાસે પાંચ વર્ષની બાળકી સાથે કોઈ નરાધમે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે આવી ત્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

Gujarat Ahmedabad
દુષ્કર્મ

અમદાવાદમાં પાંચ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. આ બાળકી તેની દાદી પાસે રમી રહી હતી અને અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકી પરત આવી ત્યારે તે લોહીલુહાણ હાલતમાં હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના ભાડજ વિસ્તારમાં એક તૈયાર થઈ રહેલા બિલ્ડીંગની કન્સ્ટ્રક્શન સાઈટ પાસે પાંચ વર્ષની બાળકી સાથે કોઈ નરાધમે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે આવી ત્યારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બુધવારે આ અંગે પોલીસે માહિતી આપી હતી. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસ આરોપીની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપીને ઝડપી લેવા અને પિડીતાના પરિવારને જરૂરી સહાયતા કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ બાળકીએ એક વર્ષ પહેલા તેના માતાપિતા ગુમાવી દીધા હતા. આથી તેની દાદી તેની સંભાળ રાખતી હતી. તેની 50 વર્ષીય દાદી એક નવા બની રહેલા બિલ્ડીંગની કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતી હતી. 15 જાન્યુઆરીના રોજ દાદી તેના કામમાં વ્યસ્ત હતી. તે સમયે બાળકી અચાનક ગૂમ થઈ ગઈ હતી. તે સમયે આ દુષ્કર્મની ઘટના બની હતી.

જ્યારે બાળકી પરત આવી ત્યારે તે લોહીલુહાણ હાલતમાં હોવાથી તેની હાલત પરથી બનાવની ગંભીરતા સ્પષ્ટ થઈ ગઈ હતી. બાળકીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ હાલમાં બનાવ અંગે તપાસ કરી રહી છે.

 @નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Big Boss 17/‘બિગ બોસ 17’પલટી ગઈ બાજી, હવે આ ચાર સભ્યો પર પડી શકે છે પહાડ, અંકિતા લોખંડે પર પણ તલવાર 

આ પણ વાંચો:Bigg Boss 17/મુનાવર ફારૂકી અને વિકી જૈન વચ્ચે થઈ ઝપાઝપી, અંકિતા વચ્ચે આવી, કહ્યું- ગળું છોડ…