Gujarat Weather/ ગુજરાતમાં માવઠાનો કહેર, પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.

Top Stories Gujarat

Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમી બાદ માવઠા (Unseasonal rain)નો કહેર વર્તાઈ રહ્યો છે. ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે. છેલ્લા 10 દિવસથી રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.

Arabian Sea sees 4 cyclones in a year, first time after 1902 | Weather News  - The Indian Express

આજે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. બાદમાંં 19 થી 22 તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં દબાણને કારણે 24 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહિસાગર, કચ્છમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. અમદાવાદમાં 38 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે. ગઈકાલથી શહેરમાં બફારાથી લોકો ત્રાસી ગયા છે. સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, બોટાદ, દાહોદ, ગઢ઼ા, અંબાજી, અરવલ્લીમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું

આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળિયું વાતાવરણ રહેશે, ગાજવીજ સાથે પડશે વરસાદ