Not Set/ ‘જો મને ફરી જન્મ મલ્યો તો તમને હું નઇ છોડું’ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટરનો આપઘાત

વડોદરા વડોદરામાં રહેતા ગુજરાતી ફિલ્મના યુવા ડાયરેક્ટરે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતી ફિલ્મ ‘સ્માઇલ કિલર’ના 24 વર્ષીય યુવા ડિરેક્ટર હિતેશ મહેન્દ્ર પરમારે સોમવારે સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.  સુસાઈડ નોટને જોતા માલુમ પડે છે કે વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે. હિતેશ પરમારના ચાર મહિના જ પહેલા લગ્ન થયા હતાં. […]

Top Stories Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરામાં રહેતા ગુજરાતી ફિલ્મના યુવા ડાયરેક્ટરે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતી ફિલ્મ ‘સ્માઇલ કિલર’ના 24 વર્ષીય યુવા ડિરેક્ટર હિતેશ મહેન્દ્ર પરમારે સોમવારે સાંજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.  સુસાઈડ નોટને જોતા માલુમ પડે છે કે વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે.

હિતેશ પરમારના ચાર મહિના જ પહેલા લગ્ન થયા હતાં. હિતેષ પરમારે પત્નીની સાડીનો ગાળીયો બનાવી આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તે પોતાની પત્નીને પિયર મૂકી આવ્યો હતો.

આપઘાત પૂર્વે યુવકે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં સ્યુસાઇડ નોટમાં ઉસ્માન પટેલ નામનાં વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉસ્માન પાસેથી ફિલ્મ બનાવવા વ્યાજે નાણાં લીધા હતા. સ્યુસાઇડ નોટમાં ઉસ્માનભાઇ તમને નહી છોડું એ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

હિતેશે સુસાઈટ નોટમાં લખ્યું છે કે તેણે વ્યાજખોર ઉસ્માનને રૂપિયા 2.50 લાખ આપી દીધા હોવા છતાં તે પૈસાની ઉઘરાણી કરી રહ્યો હતો. આથી કંટાણીને તે આપઘાત કરી રહ્યો છે.

પપ્પા કોઇ કાનૂન-કાયદામાં નથી કે છોકરાનું દેવું પપ્પા ચૂકવે તો તમે કોઇને પણ એકપણ રૂપિયો આપતા નહિ અને બધા જ જુઠ્ઠા છે. હેરાન કરે ધમકી આપે કે તારી સાસરીમાં ઇજ્જત કાઢી નાખીશું તારી, એટલે આ પગલું ઉઠાવું છું.

ઉસ્માન જો મને ફરી જન્મ મલ્યો તો તમને હું નઇ છોડું. love u Pappa And Mom, love u Priyanka, love u vedinshree sorry priya મને માફ કરજે મારી મમ્મી પપ્પાની જવાબદારી હવે તારી પ્રિયંકા તું બીજા લગ્ન કરી લેજે. ફોઇ મને માફ કરજો, જીજાજી મને માફ કરજો, પપ્પા અને મમ્મીને સચાવજો.

ગુજરાતી ફિલ્મના યુવા ડાયરેક્ટરના આપઘાત અંગે વરણામા પોલીસે તપાસ શરૂ કરી છે, સુસાઈડ નોટને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ આગળ હાથધરી છે.