Ahmedabad/ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં અધધ દર્દીઓએ લીધી કેન્સરની સારવાર

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ત્રણ વર્ષમાં વર્ષ 2018માં કેન્સર હોસ્પિટલમાં 17449 પુરુષ દર્દીઓએ, વર્ષ 2019માં 17444 અને કોરોનાકાળના વર્ષ 2020 માં 9912 પુરુષ દર્દીઓએ કેન્સરની સારવાર મેળવી છે.

Ahmedabad Gujarat

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ત્રણ વર્ષમાં, વર્ષ 2018માં કેન્સર હોસ્પિટલમાં 17,449 પુરુષ દર્દીઓએ, વર્ષ 2019માં 17,444 અને કોરોનાકાળનાં વર્ષ 2020 માં 9,912 પુરુષ દર્દીઓએ કેન્સરની સારવાર મેળવી છે.

જ્યારે સ્ત્રીઓમાં વર્ષ 2018 માં 11,844, વર્ષ 2019માં 12,052 અને કોરોનાકાળનાં વર્ષ 2020 માં 6,932 દર્દીઓએ કેન્સરની સારવાર અમદાવાદ સિવિલ સંકુલની કેન્સર હોસ્પિટલમાં કરાવી. કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2019 માં 29,499 જ્યારે વર્ષ 2018 માં 29,293 કેન્સરગ્રસ્ત દર્દીઓએ કેન્સર હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જેમાંથી વર્ષ 2019 માં 28,266 અને વર્ષ 2018 માં 28,054 પુખ્ત વયનાં દર્દીઓ, વર્ષ 2019 માં 1,233 અને વર્ષ 2018 માં 1,239 બાળ દર્દીઓનો સમાવેશ થાય છે. કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2019 માં 4,107 અને વર્ષ 2018 માં 4,018 અત્યંત જટીલ, રેર અને અતિગંભીર કહી શકાય તેવા પ્રકારની સર્જરીઓ હાથ ધરવામાં આવી. જ્યારે વર્ષ 2019 માં 8,138 અને વર્ષ 2018 માં 8,495 જેટલી સામાન્ય સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2019 માં 6,873 અને વર્ષ 2018 માં 7,238 દર્દીઓએ રેડીએશન થેરાપી અને વર્ષ 2019 માં 49,611, વર્ષ 2018 માં 50,136 દર્દીઓએ કીમો થેરાપીની સારવાર મેળવી હતી.

ફક્ત કોરોનાકાળનો ચિતાર જોવામાં આવે તો કેન્સર હોસ્પિટલમાં 10,199 કેન્સરનાં કેસ નોંધાયા હતા, જેમાંથી 9,629 પુખ્તવયનાં દર્દીઓ અને 570 બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 1,409 અત્યંત ગંભીર પ્રકારની જટિલ કેન્સર સર્જરીઓ હાથ ધરવામાં આવી જ્યારે 2,199 સામાન્ય સર્જરીઓ કરવામાં આવી હતી. કેન્સરનાં ભોગ બનેલા દર્દીઓને અત્યંત જરૂરી સારવાર એવી રેડીએશન થેરાપી અને કિમો થેરાપી પર નજર નાંખીએ તો 2,575 દર્દીઓને વિવિધ પ્રકારની રેડીએશન થેરાપીની સારવાર અને 18,996 કીમો થેરાપીની સારવાર આપવામાં આવી.

સમગ્ર ગુજરાતનાં કેન્સર હોસ્પિટલનાં મુખ્ય કેન્દ્ર એવા જી.સી.આર.માં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81 % દર્દીઓને મોંઢાનું, 10.89 % દર્દીઓને જીભનાં ભાગનું, 9.74% દર્દીઓને ફેફસાનું, 4.27% દર્દીઓને અન્નનળીનું અને 3.98 દર્દીઓમાં લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં 21.58 % સ્તનનું(બ્રેસ્ટ) કેન્સર, 14.23% ગર્ભાશયનું કેન્સર, 7.72% મોઢાનું અને 5.13 ટકા સ્ત્રીઓમાં જીભનાં ભાગનું કેન્સર જોવા મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો