ગુજરાત સરકારે રાજ્ય સરકારમાં કર્મચારીઓની ભરતી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેના અનુસાર હવે રાજ્ય સરકારમાં ઓફિસ આસિસ્ટન્ટની વર્ગ-3ની જગ્યાની ભરતી માટે ઉમેદવારની લઘુત્તમ લાયકાત સ્નાતક કક્ષાની રહેશે. આ સાથે જ વર્ગ-3ના પદ માટે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 20 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન દ્વારા રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોને આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ભારતના બંધારણની કલમ-309ની જોગવાઈઓ અંતર્ગત રાજ્યના રાજ્યપાલ દ્વારા સચિવાલયના વિભાગોમાં વર્ગ-3ની ઓફિસ આસિસટન્ટની ભરતીમાં ઉમેદવારની લાયકાત સહિતની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
