Ahmedabad News:અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય અને રંગારંગ મહોત્સવ કાંકરિયા કાર્નિવલ-2025નો આજે (25 ડિસેમ્બર)થી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત આ સાત દિવસીય કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા લેકફ્રન્ટ પર ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાંજે 7 વાગ્યે પુષ્પકુંજ સ્ટેજ પર કાંકરિયા કાર્નિવલનું (Kankaria Carnival) ઉદ્ઘાટન કરશે અને સાથે જ 350 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરશે.
કાંકરિયા કાર્નિવલમાં (Kankaria Carnival) મુલાકાતીઓને ફ્રીમાં પ્રવેશ અપાશે

2008થી શરૂ થયેલો આ કાર્નિવલ હવે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ બની ચૂક્યો છે. આ વર્ષે પણ તમામ મુલાકાતીઓ માટે સંપૂર્ણ ફ્રી એન્ટ્રી રહેશે. દરરોજ અંદાજે 1 લાખથી વધુ લોકોની મુલાકાતની અપેક્ષા છે, જ્યારે સાત દિવસમાં કુલ 25 લાખથી વધુ મુલાકાતીઓ આવી શકે છે.
ઉદ્ઘાટનના દિવસે AMC દ્વારા વિશ્વના સૌથી મોટા બલૂન મોઝેઇક (લોગો)નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આમાં 3500થી વધુ સફાઈ કર્મચારીઓ ભાગ લેશે. આ સિવાય કાર્નિવલ પરેડ અને થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

કાકરિયા કાર્નિવલમાં (Kankaria Carnival) ત્રણ મુખ્ય સ્ટેજ (પુષ્પકુંજ, બાલવાટિકા અને વ્યાયામ વિદ્યાલય) પર એકસાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. ખ્યાતનામ ગુજરાતી કલાકારોના લાઇવ પર્ફોર્મન્સ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે.જેમાં 25 ડિસેમ્બરે કિર્તિદાન ગઢવીનું લાઇવ પર્ફોર્મન્સ, ત્યારબાદ ડ્રોન શો,28 ડિસેમ્બરે ગીતા રબારી,29 ડિસેમ્બરે સ્ટેન્ડ-અપ કોમેડી શો (મનન દેસાઈ, ઓમ ભટ્ટ વગેરે),30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી અને 31 ડિસેમ્બરે ઇશાની દવેનું ન્યૂ યર ઇવ કોન્સર્ટ, ત્યારબાદ પાયરોટેકનિક શો યોજાશે.
ધનિક લોકો પાસે તો પોતાના પરિવાર સાથે મનોરંજનના અનેક અવસરો હોય છે, પરંતુ સામાન્ય પરિવારોને પણ સપરિવાર આનંદપ્રમોદના પૂરતા અવસરો મળવા જોઈએ..
સામાન્ય પરિવારોની સુખાકારીની આવી જ નાની-નાની બાબતોની ચિંતા આદરણીય મોદી સાહેબે કરી છે.
આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો… pic.twitter.com/KUrjlX02cq
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2025
ધનિક લોકો પાસે તો પોતાના પરિવાર સાથે મનોરંજનના અનેક અવસરો હોય છે, પરંતુ સામાન્ય પરિવારોને પણ સપરિવાર આનંદપ્રમોદના પૂરતા અવસરો મળવા જોઈએ.સામાન્ય પરિવારોની સુખાકારીની આવી જ નાની-નાની બાબતોની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે.
આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉત્સવની ઉજવણી પાછળ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવી સંવેદનાપૂર્ણ લાગણી રહેલી છે.કાંકરિયા કાર્નિવલમાં લાખો લોકો પોતાના પરિવાર સાથે આવીને આનંદ માણે છે, તે જોઈને ઘણા સંતોષની લાગણી થાય છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, વિવિધ કલાકારો 7 દિવસ સુધી લોકોનું મનોરંજન કરશે
