Ahmedabad Kankaria Carnival News : અમદાવાદમાં યોજાતા લોકપ્રિય કાંકરિયા કાર્નિવલ (Carnival)ને લઈને હવે વીમા બાબતે મોટો વિવાદ ઉભો થયો છે. કાર્નિવલ દરમિયાન દુર્ઘટના સર્જાય તો વળતર કોને મળશે તે મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કારણ કે વીમા કંપનીના નિયમો મુજબ માત્ર ટિકિટ લઈને પ્રવેશ કરનાર મુલાકાતીઓને જ વળતર મળવાનું છે, જ્યારે અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા અનેક લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે.
પાંચ હજાર કરોડથી વધુનો વીમો, છતાં સવાલ
મળતી માહિતી મુજબ કાંકરિયા કાર્નિવલ (Carnival) માટે જુદા-જુદા હેતુઓ માટે ૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો વીમો લેવામાં આવ્યો છે. આ માટે AMC દ્વારા 45 લાખ રૂપિયાથી વધુનું પ્રીમિયમ પણ વીમા કંપનીને ચૂકવવામાં આવ્યું છે. તેમ છતાં, વીમાની શરતોને લઈને સ્પષ્ટતા ન હોવાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો

કાર્નિવલ (Carnival)માં ટિકિટ વગર પ્રવેશ, તો વળતર કેવી રીતે?
કાર્નિવલ દરમિયાન AMC દ્વારા કેટલાક નાગરિકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ દુર્ઘટના બને તો ટિકિટ ન હોવાને કારણે વીમા વળતર મળશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. વીમા કંપનીની શરતો અનુસાર ટિકિટધારક હોવું ફરજિયાત ગણવામાં આવે છે.
દુર્ઘટનાની સ્થિતિમાં જવાબદારી કોની?
કાંકરિયા કાર્નિવલ (Carnival) માં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને અને મુલાકાતી પાસે ટિકિટ ન હોય, તો જવાબદારી AMCની રહેશે કે વીમા કંપનીની—આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં, હેલ્મેટ નહીં પહેરો તો ખિસ્સા થશે હળવા
આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક જામનો કાયમી ઉકેલ, AMCની પાંચ સ્તંભ વ્યૂહરચના સાથે સઘન દબાણ હટાવો અભિયાન
આ પણ વાંચો:અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ને નવી જવાબદારી
