Ahmedabad News/ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં, હેલ્મેટ નહીં પહેરો તો ખિસ્સા થશે હળવા

તો તેના વિરુદ્ધ લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ટુ-વ્હીલર ચાલકોને (Two-wheeler driver) હેલ્મેટ (Helmet) પહેરવાનું જોર આવતું હોવાનું હજુ દેખાઈ રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે (Traffic Police) હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. હેલ્મેટ ન પહેરનારને તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે. અકસ્માત ટાળવા તેમજ લોકોની સુરક્ષા હેતુ હવે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે.

Ahmedabad: Traffic police gun down 153 speed fiends in a week | AHMEDABAD NYOOOZ

વિવિધ કારણો આગળ ધરી લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા જોવા મળ્યા છે, જેથી હાઈકોર્ટની લાલ આંખ બાદ શહેર પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, માહિતી મુજબ આ ડ્રાઈવ નવરાત્રિ સુધી ન હોવાથી બધા શહેરીજનો હેલ્મેટ ન પહેરે ત્યાં સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે. ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસના 1500 જવાન, 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન લોકોને હેલ્મેટ પહેરવા મેદાને ઊતર્યા છે.

Ahmedabad: 5,757 traffic offenders nabbed for not wearing helmets | AHMEDABAD NYOOOZ

આજથી ટ્રાફિક પોલીસ જ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેર્યુ હોય તેને દંડ ફટકારવામાં જરાય વિલંબ નહીં કરે. શહેરીજનોએ કડક કાર્યવાહીથી બચવા હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. માહિતી મુજબ આ ડ્રાઈવ થોડા દિવસ માટે સુધી ચલાવવામાં નહીં આવે એટલે બધાએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. 1500 ટ્રાફિક  પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે. જેથી કોઈ પોલીસ પર કોઈ ખોટો આરોપ મૂકે તો તેનું વીડિયો રેકોર્ડિંગ સબૂત બનશે.

Ahmedabad Traffic Police to launch drive against wrong-side driving; Offenders to be booked | DeshGujarat

ટ્રાફિક પોલીસ પ્રથમ વખત જો કોઇ હેલ્મેટ પહેર્યા વગર ઝડપાશે તો પોલીસ 500 રૂપિયાનો દંડ કરીને મેમો આપશે અને જો કોઇ વ્યક્તિ બેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયો હશે તો તેના વિરુદ્ધ લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માત્ર શંકાના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં, ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો ઐતહાસિક ચુકાદો, GRTના ચેરમેનની હકાલપટ્ટી

આ પણ વાંચો:છોકરીને તેનો નંબર પૂછવો એ ખોટું છે પણ જાતીય સતામણી નથી: ગુજરાત હાઈકોર્ટ