સુરતના બારડોલીમાં એક પરિણીત મહિલાએ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. સ્ટેશન વિસ્તારમાં આવેલ પાટીદાર ભવનના છઠ્ઠા માળેથી કૂદીને મોતને વ્હાલુ કર્યું હતું. આત્મહત્યા કરવા પાછળનું કારણ એ છે કે આ પરિણીત મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્થિર હતી. જેને લઇને તે કંટાળી ગઇ હતી અને આખરે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
બારડોલી નગર માં પાટીદાર ભવન પર થી એક પરિણીતા એ આત્મહત્યા કરી હતી. પ્રખ્યાત કિસાન ટ્રેક્ટર ના મલિક એવા સચિન અગ્રવાલ ની પત્ની રુચિતા અગ્રવાલ એ છઠ્ઠા માળે થી કૂદી મોત ને ભેટી હતી.
સુરત જિલ્લા ના બારડોલી નગર ના સવાર ના સમય એ ચકચારી ઘટના બની હતી. બારડોલી નગર માં સ્ટેશન વિસ્તાર માં આવેલ પાટીદાર ભવન ના છઠ્ઠા માળે થી એક પરિણીતા એ ઝંપલાવી આત્મહત્યા કરી હતી. બારડોલી ના કિસાન ટ્રેક્ટર ના માલિક સચિન અગ્રવાલ ની પત્ની રુચિતા એ ચકચારી પગલું ભર્યું હતું. વિઠ્ઠલ બંગલો માં રુચિતા તેમના પતિ સચિન અને બે પુત્રો સાથે રહેતા હતા. આજે સવાર ના સમય એ રુચિતા ઘરે થી નીકળી સામે આવેલ પાટીદાર ભવન પોહચી હતી. અને રુચિતા ને એવો શું વિચાર આવ્યો કે છઠ્ઠા માળે પોહચી ને તેણી એ મોત ની છલાંગ લગાવી હતી.
પરિણીતાની આત્મહત્યા ની ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પરણિતા ને તાત્કાલિક નજીક માં આવેલ સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પરિણીતા ને મૃત જાહેર કરાઈ હતી. જોકે સમગ્ર મામલે બારડોલી પોલીસ એ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ શરૂ કરી હતી. જોકે પરિણીતા એ કરેલ આત્મહત્યા માં પરિણીતા રુચિતા ઘણા સમય થી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું હતું. હાલ બારડોલી પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કર્યો છે. જોકે તપાસ દરમિયાન સાચી વિગતો બહાર આવી શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
