Ahmedabad News/ ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે, પાંચ વર્ષમાં 25 ટકા વધારો

પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે. ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે.ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ ગઇ છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે. ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે.ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે.

30 સપ્ટેમ્બર 2024 મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર 36.83 લાખ સાથે ટોચના, ઉત્તર પ્રદેશ 20.43 લાખ સાથે ત્રીજા, તામિલનાડુ 15.51 લાખ સાથે ચોથા સ્થાને છે. 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે.

સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા 2019-20માં 1.83 કરોડ, 2020-21માં 1.82 કરોડ, 2021-22માં 1.94 કરોડ, 2022-23માં 2.10 કરોડ હતી.  કોવિડના વર્ષ 2019-20માં ગુજરાતમાં 18.48 લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં 25 ટકા જેટલો  વધારો નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓ વધી

રાજ્યમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં મહિલા કરદાતાઓની સંખ્યા 18.08 લાખ હતી, જે 2023-24માં વધીને 22.50 થઈ ગઈ છે. 2020-21માં આ સંખ્યા 18.48 લાખ હતી. જ્યારે 2021-22માં વધીને તે 19.50 લાખ થઈ હતી. 2022-23માં તે વધી 20.84 લાખ થઈ હતી અને 2023-24ના નાણાકીય વર્ષના અંતે તે 22.50 લાખ થઈ હતી. ખાસ કરીને કોવિડ-19 પછી મહિલા કરદાતાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ એક વર્ષમાં 36 ટકા કરોડપતિઓ વધ્યા, આવકવેરા વિભાગે જાહેર કર્યા આંકડા

આ પણ વાંચોઃ મહિલાઓ માટે ત્રણ નવી યોજના, 2 લાખ આંગણવાડીઓને બનાવાશે આધુનિક…

આ પણ વાંચોઃ વડોદરા/ ભિક્ષુક મહિલાએ ભીક્ષામાં મળેલ પરચુરણનાં રૂપમાં વેરાની ચુકવણી કરી