Gujarat News : ફટાકડાની દાણચોરી પર અંકુશ લગાવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન ઓપરેશન ફાયર ટ્રેલમાં DRIને મોટી સફળતા મળી છે. મુન્દ્રા પોર્ટ પરથી અધિકારીઓએ 5 કરોડ રૂપિયાના ચાઈનીઝ ફટાકડા જપ્ત કર્યા છે. સાથે જ એક તસ્કરની ધરપકડ પણ કરી છે.DRIના અધિકારીએ જણાવ્યું કે ફટાકડાની ગેરકાયદેસર આયાત પર અંકુશ લગાવવા માટે ઓપરેશન ફાયર ટ્રેલ ચલાવવામાં આવી રહ્યું છે.
આ ઓપરેશન હેઠળ મુન્દ્રા પોર્ટ પર ચીનથી આવી રહેલા એક 40 ફૂટ લાંબા કન્ટેનરને રોકવામાં આવ્યું, જેમાં પાણીના ગ્લાસ અને ફૂલદાની હોવાની વાત કહેવામાં આવી હતી પણ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 30,000થી વધારેના ફટાકડા પાણીના ગ્લાસની નીચેના ભાગમાં છુપાડીને રાખવામાં આવ્યા હતા.
વિદેશ વેપાર નીતિના ITC કોડ હેઠળ ચાઈનીઝ ફટાકડાની આયાત પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે. તેના માટે વિસ્ફોટક નિયમ 2008 હેઠળ બંને સંસ્થાઓ પાસે કાયદેસરનું લાયસન્સ હોવું જરૂરી છે. લાઈસન્સ વગર આયાત કરવી નિયમ મુજબ ગંભીર ગુનો બને છે. લગભગ 5 કરોડ રૂપિયાના ફટાકડા સહિત પુરી ખેપને DRIએ જપ્ત કરી લીધી છે. આ તસ્કરી પાછળ માસ્ટરમાઈન્ડ સહ ફાઈનાન્સરની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. તેની પુછપરછ કરીને સમગ્ર નેટવર્ક શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
DRIએ કહ્યું કે આવી ગેરકાયદેસર આયાત લોકોની અને રાષ્ટ્રીયની સુરક્ષા માટે ગંભીર જોખમ છે. આ પહેલા પણ DRIએ ઓક્ટોબર 2025માં મુંબઈ અને તુતીકોરિનમાં આ પ્રકારના ગેરકાયદેસર આયાતના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે આવી ખતરનાક ગેરકાયદેસર આયાત જન સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, મહત્વપૂર્ણ બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપક શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ શ્રેણી માટે ગંભીર જોખમ ઉભું કરે છે. DRI લોકોને ખતરનાક ગેરકાયદેસર સામાનથી બચાવવા અને આવા સંગઠિત તસ્કરી નેટવર્કને શોધીને તેને નષ્ટ કરીને દેશની વેપાર અને સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખે છે.
આ પણ વાંચો:રાજકોટમાં કોળી સમાજના સંત ઋષિભારતી બાપુનું વિવાદિત નિવેદન
આ પણ વાંચો:ઋષિ ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક

