Patan News : દેશમાં પોલીસ કે સેનામાં જોડાવા માટે યુવાનો આકરી મહેનત કરતા હોય છે. ઉપરાંત આકરી કસોટી પાસ કરીને સેનામાં જોડાતા હોય છે. અનેક લોકો એવા પણ હોય છે કે પરીક્ષામાં પાસ નહીં થતાં તેમનું સેનામાં જવાનું સપનું અધૂરૂ રહી જાય છે.કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ એક વાર નાપાસ થયા બાદ બીજી વાર પરીક્ષા આપીને પાસ થઈ સેનામાં જોડાતા હોય છે.
ગુજરાતમાં એક અલગ મામલો સામે આવ્યો છે જેમાં એક યુવકનું આર્મીમાં જોડાવાનું સપનું રોળાયું છે.ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘુજી ઠાકોરનું સેનામાં જવાનું સપનું અગ્નિવિરની તાલીમને કારણે રોળાયું છે. અગ્નિવિરની તાલીમ દરમિયાન વાઘુજીને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વાઘુજી ઠાકોરને ઈજા બાદ ત્રણ ટકા દિવ્યાંગ હોવાનું જાહેર કરીને ASC ટ્રેનિંગ સેન્ટરમાંથી દૂર કરવામાં આવ્યાં છે.વાઘુજી ઠાકોરને મેડિકલ બોર્ડે અનફિટ ગણાવી ASC ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર કર્યા છે.
આ મુદ્દે હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે વાઘુજી ઠાકોરને ક્ષમતા પ્રમાણે સરકારી નોકરી આપવા માટે માગ કરી છે. આ ઉપરાંત વાઘુજીને સરકારી નોકરી મળે તે માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રક્ષા મંત્રાલયમાં રજૂઆત કરશે. 21 વર્ષની ઉંમરે સેનામાં જોડાવા માટે વાઘુજી ઠાકોર માટે તમામ દરવાજા બંધ થઈ ગયા છે. લોકો તરફથી હાલતો વાઘુજીને માત્રને માત્ર સાંત્વના મળી રહી છે પણ તેમને આગામી સમયમાં સરકારી નોકરી મળશે કે કેમ તે સમય જ બતાવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં જળસંકટની ભીતિ, શું સુકાઈ જશે ભૂગર્ભજળ!
આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી

