પાટણ,
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકા પ્રાંત કચેરી ખાતે રાજય કક્ષાના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનાં કલ્યાણ અર્થે એક બેઠક યોજાઇ હતી. પાટણના પ્રભારી મંત્રી વાસણ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા હેલ્થ મિશનની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
જેમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આવી મહત્વની બેઠકમાં સમીક્ષા બેઠકમાં ધ્યાન આપવાના બદલે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુ પ્રજાપતિ પોતાના મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા હતા.
