કટાક્ષ/ 2000ની નોટ પર પ્રતિબંધ નિર્યણ લેવાતા, કોંગ્રેસે મોદી સરકાર પર કર્યા કટાક્ષ જાણો શું કહ્યું..

શુક્રવારે (19 મે) એક મોટો નિર્ણય લેતા, રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો. નિવેદન અનુસાર, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે

Top Stories India

શુક્રવારે (19 મે) એક મોટો નિર્ણય લેતા, રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો. નિવેદન અનુસાર, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. બેંકના આ નિર્ણય બાદ કોંગ્રેસે મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે આપણા સ્વયંઘોષિત વિશ્વગુરુ પહેલા કરે છે, પછી વિચારે છે. તેમણે કહ્યું કે 8 નવેમ્બર 2016ના વિનાશક તુઘલકી ફરમાન પછી, 2000 રૂપિયાની નોટો, જે ખૂબ જ ધામધૂમથી રજૂ કરવામાં આવી હતી, તે હવે પાછી ખેંચવામાં આવી રહી છે.

જયારે કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ કહ્યું હતું કે 8 નવેમ્બર 2016નું ભૂત ફરી એકવાર દેશને ત્રાસ આપવા માટે આવ્યું છે. નોટબંધીનું ખૂબ જ પ્રચારિત પગલું દેશ માટે એક મોટી આપત્તિ બની ગયું છે. PM મોદીએ 2000ની નવી નોટોના ફાયદા પર દેશને કર્યો ઉપદેશ, આજે જ્યારે પ્રિન્ટિંગ બંધ છે, ત્યારે શું થયું એ બધા વચનોનું?

તેમણે કહ્યું કે સરકારે આવા પગલા પાછળનો પોતાનો ઈરાદો સમજાવવો જોઈએ. સરકાર પોતાનો જનવિરોધી અને ગરીબ વિરોધી એજન્ડા ચાલુ રાખી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મીડિયા સરકારને આવા કડક પગલા પર સવાલ કરશે અને વિશ્વમાં ‘ચિપની અછત’ માટે તેને જવાબદાર નહીં ઠેરવે.

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે 2016માં નોટબંધી પછી લોકોએ નોકરી ગુમાવી, મૃત્યુ પામ્યા અને અર્થવ્યવસ્થાને નુકસાન થયું. જે સરકારે 2016માં દાવો કર્યો હતો કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે પરંતુ તેમ થયું નહીં. મને આશા છે કે આ વખતે નિષ્ણાતોના અભિપ્રાય પર નિર્ણય લેવામાં આવ્યો હશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકો અને RBIની 19 શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ બદલી શકશો. આરબીઆઈએ કહ્યું કે એક સમયે 2000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે. વર્ષ 2016માં નવેમ્બરમાં નોટબંધીની જાહેરાત કરતી વખતે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી અને 2000 હજાર રૂપિયાની નોટો ચલણમાં લાવી હતી.