વિશ્વકપ 2019માં ભારતીય ટીમની હાર બાદ યુવરાજસિંહનાં પિતા યોગરાજ સિંહે કહ્યા મુજબ કરી બતાવ્યુ છે. તેમણે સ્ટાર ખેલાડી યુવરાજ સિંહનાં રિટાયરમેન્ટ સમયે વાયદો કર્યો હતો કે વિશ્વકપ પૂરો થશે બાદમાં તે ઘણા મોટા ખુલાસા કરશે અને જનતાને જણાવશે કે યુવરાજને ટીમની બહાર રાખવા અને તેની રિટાયરમેન્ટની પાછળ કોનો હાથ છે.

ભારતીય ટીમ વિશ્વકપની સેમીફાઈનલમાં હારી વિશ્વકપથી બહાર થઇ ચુકી છે અને ટમની હાર બાદ યોગરાજ સિંહએ પોતાના વાયદા મુજબ ઘણા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેમણે મહેન્દ્ર સિંહ ધોની, રવિ શાસ્ત્રીથી લઇને પસંદગીકર્તાઓ સહિત તમામને પોતાના નિશાના પર લેતા ઘણી ખરી ખોટી સંભળાવી. યોગરાજ સિંહે કોના પર આરોપ લગાવ્યો વાંચો નીચે.
એક ઇંટરવ્યૂમાં યોગરાજસિંહે ખુલાસા કરતા કહ્યુ કે, જ્યારે કુંબલેની કોચ તરીકે અને વિરાટ કોહલીની કેપ્ટન તરીકે નિયુક્તી કરવામાં આવી, ત્યારે તેમણે પ્રથમ કામ એ કર્યુ કે યુવરાજ સિંહને ટીમમાં સામેલ કર્યો. યુવરાજે ટીમમાં પ્રવેશ મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ સામે 150 રન બનાવ્યા અને પછી વેસ્ટ ઈન્ડિઝ સામે પચાસ રન કર્યા. તે પછી, જ્યારે કુંબલેને કોચ પદમાંથી હટાવવામાં આવે છે, ત્યારે રવિ શાસ્ત્રી કોચ બની જાય છે. શાસ્ત્રી જ્યારે કોચ બને છે ત્યારે તે પ્રથમ કામ એ કરે છે કે યુવરાજ સિંહને ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દે છે કારણ કે શાસ્ત્રી અને ધોની એક જ વિચારસરણી ધરાવે છે. મને દુઃખ એ વાતની છે કે શાસ્ત્રીએ મારી સાથે ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ, તે મારી સાથે રમ્યો અને આટલો મોટો ખેલાડી બન્યો.

યોગરાજ સિંહે કહ્યું, “હું એવી અપેક્ષા રાખી શકતો નથી કે રવિ શાસ્ત્રી પણ આટલો ઘટિયા વ્યક્તિ હોઈ શકે. હવે બંને (ધોની અને શાસ્ત્રી) મળી ગયા અને શ્રીનિવાસન જેવા લોકો બેઠા હોવાથી યુવરાજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. આ ત્યાંથી રોકાયુ નહી અને તે પછી રવિ શાસ્ત્રીએ યો યો ટેસ્ટની શરૂઆત કરી દીધી. યુવીને કહેવામાં આવ્યું હતું કે યો યો ટેસ્ટમાં પાસ થવુ જરૂરી છે, પછી જ તે ટીમમાં સમાવવામાં આવશે. યુવરાજ સિંહે યો યો ટેસ્ટ પણ પાસ કર્યો, પરંતુ તે છતાં પણ તે ટીમમાં શામેલ થયો ન હતો કારણ કે શાસ્ત્રી ટીમમાં યુવીને ઈચ્છતો નહોતો. મને ખબર નથી કે યુવરાજે શાસ્ત્રીની ભેંસ અથવા બકરી ચોરી કરી છે, કે તેને આવુ કરવુ પડ્યુ.
યુવરાજ સિંહનાં પિતા યોગરાજ સિંહે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદને આડે હાથ લેતા કહ્યુ કે, એમએસકે પ્રસાદ જેને ક્રિકેટની ABC ખબર નથી, સિલેક્ટર બની બેઠા છે. યોગરાજ સિંહે પીસીએ નાં સિલેક્ટર શરનદીપ સિંહને પણ લતાડતા કહ્યુ કે, શરનદીપ સિંહ સિલેક્શન કમેટીને જઇને કહ્યુ કે યુવરાજ સિંહ ઉંમર લાયક થઇ ચુક્યો છે, તમે કોઇ અન્ય ખેલાડીને ટીમમાં લઇ લો.

યોગરાજ સિંહે કહ્યુ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડ જેવા ઘણા મોટા ખેલાડીઓને મેદાનથી રિટાયરમેન્ટ ન લેવા દીધુ, હવે જો ધોનીને મેદાનમાં રિટાયરમેન્ટ મળી તો હુ અવાજ ઉઠાવીશ. જેવી રીતે આ દિગ્ગજ ખેલાડીઓને સન્યાસ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા, તેવી જ રીતે ધોનીને પણબહાર નિકળવુ જોઇએ. જો કે મને લાગે છે કે ધોની પોતે રિટાયરમેન્ટ નહી લે, તેને ધક્કો મારી બહારનો રસ્તો બતાવવો પડશે.
ઉલ્લેખનીય છે કે યોગરાજ સિંહનાં સતત આક્ષેપો બાદ પણ હજુ સુધી મહેન્દ્ર સિંહ ધોની તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. જોવાનું રહેશે કે ધોની યુવરાજનાં પિતાનાં આ આક્ષેપોનો કેવી રીતે જવાબ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
