ચૂંટણી આવે એટલે નેતા અને કાર્યકરતા પોત પોતાની રીતે પોત પોતાનો રાહ કંડારતા હોય છે અને વણ લખાયેલી રાજકીય પરંપરા પ્રમાણે ચૂંટણી આવે ત્યારે ત્યારે સાથે પક્ષ પલટાની મોસમ પણ લાવે જ છે.
કોંગ્રેસમાં આ પરંપરા મજબૂત છે તો ભાજપમાં સાવ નથી તેવુ તો કહી શકાય જ નહી. હાલમાં જ સુરેન્દ્રનગરમાં 100 કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ્યાનું સામે આવ્યું છે. તો અનેક જગ્યાએ કોંગ્રેસનાં કાર્યકર્તા ભાજપ ભણી વળ્યાનું નોંધવામાં આવ્યું છે.
વલસાડમાં કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા હોવાના સમાચારથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં 80 થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ પહેરી લેતા વલસાડ કોંગ્રેસમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે. વલસાડનાં કોલક ગામના પાંચ સભ્યો સહિત 80 થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
