Not Set/ સુરેન્દ્રનગર જેલચોકમાંથી ચોરાયેલા આઇફોન સાથે એક શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે શહેરનાં જેલ ચોક વિસ્તારમાં બાતમીનાં આધારે વોચ ગોઠવી ચોરાયેલા આઇફોન સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એસઓજી પોલીસે શહેરનાં જેલ ચોક વિસ્તારમાં બાતમીનાં આધારે વોચ ગોઠવી ચોરાયેલા આઇફોન સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

તેલની રેલમ છેલ: ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, તેલથી ભરેલુ ટેન્કર પલટી મારતા લીકેજ, લોકોએ તેલ લેવા કરી પડાપડી

સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ બી.એમ.રાણા સહીતની પોલીસ ટીમ જેલ ચોક વિસ્તારમાં વાહન ચેકીંગની કામગીરી કરી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રતનપરનો એક શખ્સ ચોરી કે છળકપટથી મેળવેલા આઇફોન વેચવા જઇ રહ્યો છે. આથી જેલચોક અને આસપાસનાં વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમા પસાર થતા જાવેદ સલીમભાઇ મોવરને અટકાવી તલાશી લેતા તેની પાસેથી આઇફોન મળી આવ્યો હતો.

સરકારના પેકેજની જાહેરાત: વાવાઝોડાના કારણે બાગાયતી પાકમાં થયેલ નુકશાન અંગે હેક્ટર દીઠ  મળશે આટલી સહાય

ફોનનાં બીલ અંગે પોલીસે પુછપરછ હાથ ધરતા જાવેદ સંતોષ કારક જવાબ આપી શક્યો ન હતો આથી પોલીસે રૂપિયા ૫૦ હજારની કિંમતના મોબાઇલ ફોન સાથે જાવેદની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.