- સુરતમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત
- ધો.9માં ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
- 14 વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં ટૂંકાવ્યું જીવન
- વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
- વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ
- રત્ન કલાકારના પરિવાર પર આવી આફત
રાજ્યમાં આત્મહત્યા કરીને મોતને વ્હાલું કરીને જીવન ટૂંકાવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ આપઘાત કરતા પહેલા વિચારતા નથી અને સામાન્ય બાબતે જીવન ટુંકાવવા જેવા અંતિમ પગલાં ભરી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ધો.9માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો : દાઉદનો વિરોધી રવિ પૂજારીને અમદાવાદ લવાયો, કાલે બોરસદ કોર્ટમાં કરાશે રજુ
જણાવીએ કે સુરતના રત્ન કલાકારના પરિવારના 14 વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પરિવાર પર દુખના વાદળ છવાઈ ગયા હતા. જો કે આ વિદ્યાર્થી ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે સામે આવ્યું નથી. હાલ આ મામલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો :દાણીલીમડામાં એસિડ એટેકની ઘટના, મહિલાને પહોંચી ગંભીર ઇજા
આ પણ વાંચો :યુવાનોમાં નશા હી નશા હૈ, પાંચ વર્ષમાં કરોડોનું ડ્રગ્સ પકડાયુ
