Not Set/ ઇદ પહેલા ઇરાકમાં બોમ્બ વિસ્ફોટ થયો જેમાં 25 લોકો માર્યા ગયા

વડા પ્રધાન મુસ્તફા અલ-કાધીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર ફેડરલ પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે

World

ઈરાકની રાજધાની બગદાદમાં ઇદ પહેલા એક મોટો વિસ્ફોટ થયો છે. જેમાં  બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં 25 લોકો માર્યા ગયા . અને ઘણા  લોકો ઘાયલ થયા હતા. ઇરાકી સુરક્ષા અધિકારીઓએ આ  અંગે માહિતી આપી હતી . આઈએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વિસ્ફોટ સદ્ર શહેરના ગીચ બજારમાં થયો હતો. લોકો બજારોમાં ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે  અચાનક બ્લાસ્ટ ઇદ-ઉલ-અઝહાના એક દિવસ પહેલા થયો .

ઇરાકના  પ્રધાન મુસ્તફા અલ-કાધીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર ફેડરલ પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે બજારમાં વિસ્ફોટ થયો છે.

 વડા પ્રધાન મુસ્તફા અલ-કાધીમીએ બજારના વિસ્તાર માટે જવાબદાર ફેડરલ પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે . પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા કેટલાકની હાલત ગંભીર હોવાના કારણે મોતનો આંક વધી શકે છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ હતા અને આ બ્લાસ્ટમાં કેટલીક દુકાનો પણ  ધરાશાયી  હતી .