Not Set/ પાકિસ્તાન ચૂંટણી : વોટિંગ દરમિયાન ક્વેટામાં થયો બ્લાસ્ટ, ૩૦ લોકોના મોત

ક્વેટા, પાડોશી દેશ પાકિસ્તાનમાં સોમવારે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. પાકિસ્તાનની સંસદની કુલ ૩૪૨ રાષ્ટ્રીય અને પ્રાંતીય બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણી માટે સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરંતુ સવાર ૮ વાગ્યાથી શરુ થયેલા વોટિંગ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં હિંસાની ખબરો સામે આવી રહી છે. #UPDATE Death toll rises to 25 in a blast […]

Top Stories World Trending

ક્વેટા,

પાડોશી દેશ પાકિસ્તાનમાં સોમવારે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. પાકિસ્તાનની સંસદની કુલ ૩૪૨ રાષ્ટ્રીય અને પ્રાંતીય બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણી માટે સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરંતુ સવાર ૮ વાગ્યાથી શરુ થયેલા વોટિંગ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં હિંસાની ખબરો સામે આવી રહી છે.

આ વચ્ચે બલુચિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે અને આં ઘટનામાં ૩૦ના મોત થયા છે, જયારે ૩૦ લોકો ઘાયલ થયા છે.  પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા મુજબ, આ બ્લાસ્ટ ક્વેટાના પૂર્વી બાઈપાસ પાસે ૧૧ વાગ્યાની આસપાસ થયો છે.

આ બ્લાસ્ટ એક પોલીસ વાન પાસે થયો હતો, જે આ વિસ્તારમાં રૂટીન પેટ્રોલિંગ કરી રહી હતી. મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટમાં માર્યા ગયેલા મૃતકોમાં ત્રણ પોલીસકર્મીઓ તેમજ ૨ બાળકો પણ શામેલ છે.

બીજી બાજુ આ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે, પાકિસ્તાનમાં સંસદની કુલ ૩૪૨ સીટો પર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે અને વહેલી સવારથી જ ૮ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. કુલ ૩૪૨ સીટોમાંથી ૭૦ બેઠક રિઝર્વ છે. પાકિસ્તાનની ૨૭૨ સીટો પર લગભગ ૩,૫૪૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે

બીજી બાજુ, આ ચૂંટણી માટે પાકિસ્તાનમાં સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો  છે અને આ માટે અંદાજે ૪ ;લાખ જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે.