મુંબઈ
ટીવી શો “ભાભીજી ઘર પર હૈ”માં એક નવો જ ટ્વિસ્ટ જોવા મળશે જેમાં અંગુરી ભાભી એટલે શુભાંગી અત્રે આઇકોનિક કોમેડિયન ચાર્લિ ચેપલિનના લોકમાં જોવા મળશે. જણાવીએ કે, અંગુરી ભાભીના આ લોકના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ખાસ બાબત તો એ છે કે શુભાંગી ચાર્લિ ચેપલિનના દેખાવમાં એકદમ શ્રીદેવી જેવી દેખાય રહી છે.
જો તમને યાદ હોય તો શ્રીદેવી ફિલ્મ “મિસ્ટર ઈન્ડિયા”માં ચાર્લિ ચેપલિનના લૂકમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળ્યા હતા. ફિલ્મમાં જે સિક્વેંસમાં તેઓ ચાર્લિ ચેપલિન બન્યા હતા તે એક યાદગાર સીન હતો. કમાલની વાત તો એ છે કે કોમેડીના સાથે તેના ચહેરાના એક્સપ્રેશનએ દરેકના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. લોકો દ્રારા આ લૂકને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
https://instagram.com/p/Bk5KPc_jYIa/?utm_source=ig_embed
હવે જોવાનું એ છે કે, અંગુરી ભાભી આ રોલ સાથે કેટલા જસ્ટિસ કરી શકે છે. પોતાના આ નવો લુકમાં વિશે શુભાંગીએ કહ્યું હતું કે, “શ્રીદેવી બધા પાત્રને ખુબ જ સારી રીતે ભજવે છે, ખાસ કરીને ચાર્લિ ચેપલિનની ભૂમિકા. જો હું આ રોલને તેમના જેવું થોડું પણ કરી શકું, તો તે મારા માટે ખૂબ જ સારી વાત હશે. તેઓ ઘણા લોકો માટે એક રોલ મોડેલ હતા અને મારા માટે પણ. મને ગર્વ છે કે હું તેમની સાથે સંકળાયેલી યાદોને ફરી એકવાર લોકોના સામે લાવી રહી છું.”
https://instagram.com/p/BldMZ40Fq8U/?utm_source=ig_embed
તે કહે છે, “હું ચાર્લિ ચેપલિનની ભૂમિકા અંગે ખૂબ ઉત્સાહિત છું લેજેંડરી કોમેડિયનની ભૂમિકા મારા માટે એક ચેલેન્જ છે. લોકોએ હંમેશા અંગુરી ભાભીને ટ્રેડીશનલ દેખાવમાં જોયા છે, પરંતુ હવે તેઓ મારો આ અલગ અંદાજને જોવા મળશે.”
https://instagram.com/p/BllO9qGB7Gh/?utm_source=ig_embed
![]()
