સચિવાલયથી 300 મીટર દૂર બાટમાલું વિસ્તારમાં મંગળવારે સીઆરપીએફ પાર્ટી પર આતંકીઓ એ હુમલો કર્યો હતો. આમાં એક જવાન શહિદ થયા છે, જયારે બીજા બે જવાન ઘાયલ થયા છે. હુમલો થયાના તરત બાદ પુરા વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. હુમલાની જવાબદારી હિઝબુલ મુજાહિદ્દીને લીધી છે.
બાટમાલું વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ 4 વાગે તૈનાત સીઆરપીએફ પાર્ટી ને નિશાન બનાવતા ફાયરિંગ કર્યું હતું. આમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન એક જવાન શહિદ થયા હતા.

સીઆરપીએફ ના પ્રવક્તા સંજય શર્માએ જણાવ્યું કે હુમલામાં સીઆરપીએફની 23 બટાલિયનના કોન્સ્ટેબલ શંકર લાલ બરાળા શહિદ થયા છે.
પુરા વિસ્તારને ઘેરીને એક કલાક સુધી તાપસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કારણ કે સેનાને આશંકા હતી કે આતંકીઓ આસપાસ જ છુપાયેલા છે. શહેરના લગભગ બધા એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને સીલ કરવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આતંકીઓનો કોઈ પતો લાગ્યો નથી.
આ પહેલા આતંકીઓએ બાટમાલું થી થોડા કિલોમીટર દૂર કરન નગર વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ જવાનોને નિશાન બનાવ્યા હતા. આમાં બે જવાન ઘાયલ થયા હતા, જેમાના એક થોડા સમય પછી શહિદ થયા હતા.
