By Election/ અમિત ચાવડાનાં સરકાર પર શાબ્દિક પ્રહારો, કહ્યું-“પોલીસે ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું”

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આજે યોજવામાં આવેલ મતદાન મહદઅંશે શાંતી પૂર્ણ હોવા છતા, અનેક જગ્યાએ વિવિધ પ્રકારની ફરિયાદો ઉઠી હોવાની વિગતો વિદિત છે. અનેક જગ્યા પર થી આચાર સંહિતા ભંગની ફરિયાદોની સાથે સાથે બોગસ વોટીંગ અને પોલીસની હેરાનગતી સહિતની ફરિયાદો ઉઠી છે. કુછ તો ગરબડ હે ની તર્જ પર મતદાન બાદ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનાં […]

Top Stories Gujarat Others

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે આજે યોજવામાં આવેલ મતદાન મહદઅંશે શાંતી પૂર્ણ હોવા છતા, અનેક જગ્યાએ વિવિધ પ્રકારની ફરિયાદો ઉઠી હોવાની વિગતો વિદિત છે. અનેક જગ્યા પર થી આચાર સંહિતા ભંગની ફરિયાદોની સાથે સાથે બોગસ વોટીંગ અને પોલીસની હેરાનગતી સહિતની ફરિયાદો ઉઠી છે. કુછ તો ગરબડ હે ની તર્જ પર મતદાન બાદ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પોતાનાં નિવેદનમાં સરકાર પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતની ભાજપ સરકાર પર સીધો આક્ષેપ કરી કહેવામાં આવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પોલીસે ભાજપનાં એજન્ટ તરીકે કામ કર્યું છે. હાર ભાળી ગયેલી ભાજપે મતદારોને ખરીદવાનાં પ્રયાસો કર્યા છે. પેટાચૂંટણીમાં ઉમેદવારને લાલચ આપી છે. ભાજપ મતદારોને ડરાવી રહી છે. કરજણ, મોરબી બેઠકની ઘટનાનો ઉલ્લેખ કર્યો પણ ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ તબક્કે કરવામાં આવ્યો હતો.

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતની આઠ બેઠક પર લોકો દ્વારા કરવામાં આવેલા મતદાન બદલ કોંગ્રેસ લોકોનો આભાર વ્યક્ત કરે છે તેવું કહેવાની સાથે સાથે ભાજપ હાર ભાળી ગઇ છે અને તમામ 8 બેઠકના મતદારોનો આભાર માનતા તમામ બેઠકો કોંગ્રેસ જીતી રહી છે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.