Not Set/ સુરતમાં દૂધ ચોરોનો વધ્યો કહેર, દૂધ ચોરીની ઘટના સીસીટીવીમાં થઇ કેદ

સુરત, સુરતમાં દૂધ ચોરોનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. સુરતના રુસ્તમપુરાના મોમનાવાડમાં દૂધના કેરેટની ચોરી થઇ હતી. ત્યારે વહેલી સવારે દૂધ કેરેટની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. તમે સીસીટીવીમાં જોઇ શકો છો કે વહેલી સવારે કેવી ચાલાકીપૂર્વક બાઇક સવાર શખ્સો દૂધની ચોરી કરી રહ્યા છે. આ અજાણ્યા શખ્સોએ દૂધના 3 કેરેટની ચોરી કરી […]

Top Stories Gujarat Surat Trending

સુરત,

સુરતમાં દૂધ ચોરોનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. સુરતના રુસ્તમપુરાના મોમનાવાડમાં દૂધના કેરેટની ચોરી થઇ હતી. ત્યારે વહેલી સવારે દૂધ કેરેટની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

તમે સીસીટીવીમાં જોઇ શકો છો કે વહેલી સવારે કેવી ચાલાકીપૂર્વક બાઇક સવાર શખ્સો દૂધની ચોરી કરી રહ્યા છે. આ અજાણ્યા શખ્સોએ દૂધના 3 કેરેટની ચોરી કરી હતી અને ફરાર થઇ ગયા હતા.

ત્યારે ઘટનાને પગલે દૂધ વિક્રેતાએ સલાબતપુરાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુરતના નાના વરાછાના શ્યામધામ વિસ્તારમાં દૂધના કેરેટની ચોરી થઇ હતી.

ત્યારે આ ચોરીની ઘટનામાં હજી દૂધની ચોરી કરનાર પકડાયા નથી. ત્યાં બીજીવાર આ ઘટના સુરતના મોમનાવાડ વિસ્તારમાં બની છે.

આ મામલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.