pune news/ ચૂંટણીમાં જીતનો જશ્ન માતમમાં ફેરવાયો, જેજુરી મંદિર પરિસરમાં ‘ભંડારા’ ઉડાડતી વખતે ભીષણ આગ

પૂણેના જેજુરી ખંડોબા મંદિરમાં ચૂંટણી (Election) જીતની ઉજવણી દરમિયાન ગુલાલ ઉડાડતાં આગ લાગી. NCPના 2 મહિલા કાઉન્સિલર સહિત 16 લોકો દાઝ્યા.

Trending India
Election

Election Celebration Accident: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ જેજુરી (Jejuri )માં નગર પરિષદ ચૂંટણી (Election)ની જીતની ઉજવણી દરમિયાન ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. ખંડોબા મંદિર પરિસરમાં કાઢવામાં આવેલા વિજય સરઘસ દરમિયાન ‘ભંડારા’ તરીકે ઓળખાતા પીળા ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે નવનિયુક્ત મહિલા કાઉન્સિલરો સહિત કુલ 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે

ચૂંટણી (Election) જીતનો જશ્ન માતમમાં ફેરવાયો

નગર પરિષદ ચૂંટણી (Election) ના પરિણામો જાહેર થયા બાદ જેજુરી (Jejuri) માં ભવ્ય રીતે જીતનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો હતો. પરંપરાગત રીતે ખંડોબા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ‘ભંડારા’ એટલે કે પીળો ગુલાલ ઉડાડવામાં આવે છે. વિજય સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. આ દરમિયાન અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઉઠતાં લોકોમાં નાસભાગ મચી ગઈ અને ખુશીનો માહોલ પળોમાં જ માતમમાં ફેરવાઈ ગયો.

પ્રાથમિક માહિતી અનુસાર ભીડમાં કોઈ જ્વલનશીલ પદાર્થ અથવા ફટાકડાના સંપર્કમાં આવતા આગ લાગ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે ગુલાલમાં કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ હોવાના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી, જોકે આ બાબતે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

NCPના બે મહિલા કાઉન્સિલર સહિત અનેક ઘાયલ

આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા લોકોમાં NCPના નવનિયુક્ત મહિલા કાઉન્સિલર મોનિકા રાહુલ ઘાડગે અને કુમારી સ્વરૂપા ખોમણે પણ સામેલ છે. આ ઉપરાંત મોનિકા ઘાડગેના પતિ રાહુલ ઘાડગે પણ આગમાં ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓને પુણેની પ્રસિદ્ધ સસૂન હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.

સાંસદ સુપ્રિયા સુલેએ વ્યક્ત કર્યો શોક

આ ઘટનાને લઈને NCPની સાંસદ સુપ્રિયા સુલેએ ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રશાસનને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને જો કોઈ બેદરકારી કે ભેળસેળ સામે આવે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુલેએ પણ શંકા વ્યક્ત કરી છે કે ભેળસેળયુક્ત ‘ભંડારા’ આ આગનું મુખ્ય કારણ હોઈ શકે છે.

પોલીસ તપાસમાં લાગી

જેજુરી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈન્દોરથી 1000 કિમી દૂર મહિલાના કપાયેલા હાથ અને પગ મળ્યા, રેલ્વે સ્ટેશન પરથી ધડ મળ્યું

આ પણ વાંચો:નવસારીની પૂર્ણા નદીમાં પાંચ ડૂબ્યાઃ ત્રણ મહિલાનો બચાવ, એકનું મોત

આ પણ વાંચો: ઉડાન બાદ જ ખામી સર્જાઈ: એર ઈન્ડિયાની ફ્લાઇટનું દિલ્હી ખાતે તાત્કાલિક લેન્ડિંગ