Navsari News: નવસારી નજીકના ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુ:ખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલાઓ અને 1 પુરુષ નદીમાં ડૂબી ગયા છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું મોત થયું છે અને એક પુરુષ હજુ પણ ગુમ છે. તે એક મહિલાનો દિયરે હોવાનું સામે આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, ધારાગીરી ગામ નજીક પૂર્ણા નદીના ઓવારામાં ચાર મહિલાઓ કપડાં ધોવા ગઈ હતી. આ દરમિયાન એક મહિલા નદીમાં ડૂબવા લાગી. અન્ય મહિલાઓએ પણ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડી, પરંતુ તેઓ પણ ડૂબી ગયા.

મહિલાઓને ડૂબતી જોઈને, એક સ્થાનિક યુવકે તેની ભાભી સહિત મહિલાઓને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો. પરંતુ કમનસીબે, તે યુવક પણ નદીના પ્રવાહમાં ગાયબ થઈ ગયો. નદીમાંથી પસાર થતા માછીમારોએ તાત્કાલિક પોતાની જાળ ફેંકી અને ત્રણ મહિલાઓના જીવ બચાવ્યા. મહિલાના મૃતદેહને નદીમાંથી બહાર કાઢીને નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

મૃતક મહિલા અને ગુમ થયેલો યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ થયો છે, એક મહિલાનું મોત થયું છે અને એક યુવક હજુ ગુમ છે. ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો:પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં
