Aravalli News/ માલપુરની વાત્રક નદીમાં 3 કિશોર ડૂબ્યા, ત્રણેય યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા, માલપુરના જુના પુલ પાસે ઘટના બની

ત્રણેય મૃતદેહોને PM માટે માલપુર સીએચસી ખસેડાયા છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેરવાયો છે. નદીમાં નહાતી વખતે અચાનક જ ત્રણેય કિશોર પાણીના ઊંડા વહેણમાં ફસાઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા……

Top Stories Gujarat Others Breaking News

Aravalli News : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માલપુર નજીક આવેલી વાત્રક નદીમાં આજે 3 કિશોર ડૂબી જવાથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના માલપુરના જુના પુલ પાસે બની હતી, જ્યાં આ કિશોરો તેમના મિત્રો સાથે નહાવા માટે ગયા હતા.

મળતી માહિતી મુજબ, માલપુર કસબા વિસ્તારના ત્રણ કિશોર – સુલતાન ઈમ્તિયાઝ દીવાન (ઉંમર 14 વર્ષ), રોનક સમજુભાઈ ફકીર (ઉંમર 12 વર્ષ) અને સાહબાઝ સીરાઝ પઠાણ (ઉંમર 14 વર્ષ) – આજે બપોરના સમયે વાત્રક નદીના જુના પુલ પાસે નહાવા માટે ગયા હતા. નદીમાં નહાતી વખતે અચાનક જ ત્રણેય કિશોર પાણીના ઊંડા વહેણમાં ફસાઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં કૂદીને ત્રણેય કિશોરોને બહાર કાઢ્યા હતા. જો કે, પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અને શ્વાસ રૂંધાઈ જવાના કારણે ત્રણેયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ કરુણ ઘટનાથી માલપુર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્રણેય કિશોરોના પરિવારજનો અને મિત્રો ભારે દુઃખમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ માલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મૃતકોના નામ

સુલતાન ઈમ્તિયાઝ દીવાન (14 વર્ષ)

રોનક સમજુભાઈ ફકીર (12 વર્ષ)

સાહબાઝ સીરાઝ પઠાણ (14 વર્ષ)

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માલપુરના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યા છે. પોલીસે અકસ્માતે ડૂબી જવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે કિશોરો નદીમાં નહાતી વખતે એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે ત્રણેય ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.

આ ઘટનાએ ફરી એકવાર નદીઓ અને તળાવોમાં નહાતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિક લોકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના બાળકોને નદી કે તળાવમાં એકલા નહાવા ન જવા દે અને હંમેશા તેમની સાથે કોઈ વડીલ હાજર રહે તેની ખાતરી કરે. માલપુરની આ દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે અને લોકો મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લોઠડા પાસેના તળાવમાં 3 યુવકો ડૂબ્યા, 1 યુવાનનું મોત – 2 બચ્યા, તળાવમાં નહાવા ગયા હતા

આ પણ વાંચો: સુરતમાં કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડેલા બે યુવક ડૂબ્યા, એકનું મોત

આ પણ વાંચો: પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત