Patan News: પાટણથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન પાંચથી વધુ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પાટણ ફાયર બ્રિગેડ, પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ તેમજ શોધખોળ હાથ ધરી છે.ડૂબવાના બનાવ માં એક મહિલા તેમજ બે બાળકોનો સમાવેશ. તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા. જ્યારે એક જ કુટુંબના 4નાં મોત છે.
શહેરના સાકુંતલ ગ્રીન સીટી સોસાયટીના ગણેશ ભક્તો હોવાનું સામે આવ્યું છે. મેલડી માતાના મંદિર નજીક પાણી ભરેલ ખાડામાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન દરમ્યાન પાંચથી વધુ વ્યક્તિઓ ડૂબ્યાની આશંકા છે.ઘટના બાદ સરસ્વતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. જેમાં સાતમાંથી ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતું કે પાણીમાં ડૂબી ગયેલા ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો:નવરાત્રિમાં લવજેહાદના કિસ્સા રોકવા, રાજકોટમાં ગરબામાં આધારકાર્ડ-ફોટા પર અપાશે પ્રવેશ પાસ
આ પણ વાંચો:VHP અને બજરંગ દળ લવ જેહાદીઓને ગુજરાતમાં ગરબા કાર્યક્રમમાં પ્રવેશતા અટકાવશે, ચાંપતી નજર રાખશે
આ પણ વાંચો:મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની