ભારતમાં લોકશાહીના પર્વ સમી ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ તેની તૈયારીઓમાં મચી પડ્યું છે. ચૂંટણીનો એક મહત્વનો ભાગ હોય છે વાદળી શાહી. જે મતદાતા વોટ કરવા આવે તેની આંગળી પર નિશાની કરવા આ ખાસ પ્રકારની શાહી વપરાય છે.
ચૂંટણી પંચે આ વાદળી શાહીની 26લાખ બોટલનો ઓર્ડર આપ્યો છે. અને ફક્ત આ શાહીની કિંમત અધધ આંકડો છે આ શાહીની કિંમત જ આશરે 33 કરોડ રૂપિયા થશે. લોકસભા ચૂંટણી માટે મતદાન 11 એપ્રિલથી શરૂ થશે. સાત તબક્કામાં આયોજિત મતદાન 19મી મેના રોજ પૂર્ણ થશે. અને 23 મોના રોજ વોટની ગણતરી ચાલુ કરવામાં આવશે.
2009ની સરખામણીએ ત્રણ ગણી કિંમત
એક રેકોર્ડ પર નજર નાંખીએ તો. આ વખતે શાહીની કિંમત વર્ષ 2009ની ચૂંટણી કરતાં ત્રણ ગણી છે. 2009માં શાહીની કિંમત 12 કરોડ રૂપિયા હતી. તો વર્ષ 2014ની સરખામણીએ આ વખતે પાકી શાહીની બોટલ 4.5 લાખ જેટલી વધારે મંગાવવામાં આવી છે. દરેક બોટલમાં 10 મિલીલિટર શાહી હોય છે અને એક બોટલમાંથી આશરે 350 મતદાતાની આંગળી પર નિશાન કરી શકાય છે.
વળી રસપ્રદ બાબત એ છે કે વર્ષ 2004 સુધી મતદાતાની આંગળી પર નિશાન માટે એક ટપકું જ વપરાતું હતું જ્યારે વર્ષ 2006થી ચૂંટણી પંચે આંગળી પર લાંબી રેખા દોરવાની સૂચના આપી હતી. તેથી શાહી પણ વધારે વપરાય છે. સૌથી વધુ બોટલનો ઉપયોગ આશરે 3 લાખ જેટલી બોટલનો ઉપયોગ ઉત્તરપ્રદેશમાં થાય છે અનો સૌથી ઓછી 200 બોટલ લક્ષદ્વીપમાં વપરાય છે
