- NCPના ઉમેદવાર નિકુલસિંહે ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
- અમદાવાદની નરોડા બેઠક પરના ઉમેદવાર બદલાયા
- એનસીપીના ઉમેદવાર બદલાયા
- નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર
- છેલ્લી ઘડીએ નિકુલસિંહે કરી દીધો ઈનકાર
- નિકુલસિંહને બદલે મેઘરાજ દોડવાણી લડશે ચૂંટણી
નરાેડા ; ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે નરાેડામાંથી એનસીપીએ પોતાના ઉમેદવાર બદલ્યા છે. અમદાવાદના નરોડ વિધાનસભાની બેઠક પરથી એનસીપીએ નિકુલસિંહ તોમરને ટિકિટ ફાળવી હતી પરતું તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા પાર્ટીએ સત્વરે ઉમેદવાર બદલ્યા હતા. એનસીપીએ છેલ્લી ઘડિએ મેઘરાજ દોડવાણીને ટિકિટ આપી છે. જે આજે ફોર્મ ભરશે,
ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર ડિસેમ્બર મહિનામાં 15મી ચૂંટણી થવાની છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
